રાજકોટના નવા મેયર બન્યા ડો. પ્રદીપ ડવ, દર્શિતાબેન શાહ ડેપ્યુટી મેયર, ક્લિક કરીને વાંચો વિગતો

  • March 12, 2021 10:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે રાજકોટ, સુરત અને જામનગર મહાપાલિકાઓના નવા મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. આ પહેલા અમદાવાદ, વડોદરા અને ભાવનગર મનપાના પદાધિકારીઓના નામ જાહેર કરી દેવામાં આવ્યા હતા. આજે રાજકોટના નવા મેયર સહિતના પદાધિકારીઓના નામ જાહેર કરતાં પહેલાં રાજકોટ શાસક પક્ષ કાર્યાલય ખાતે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી.

 

આ બેઠકમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા સહિતના હાજર રહ્યા હતા. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ પણ હાજર રહ્યા હતા. 

 

રાજકોટના નવા મેયર તરીકે ડો પ્રદીપ ડવની વરણી કરવામાં આવી છે જ્યારે  પુષ્કર પટેલ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન બન્યા છે. દર્શિતાબેન શાહ નવા ડેપ્યુટી મેયર બન્યા છે. 


રાજકોટના નવનિયુક્ત પદાધિકારીઓ

મેયર : પ્રદીપ ડવ
ડે. મેયર : દર્શિતા શાહ
સ્ટે.ચેરમેન : પુષ્કર પટેલ
શાસક નેતા : વિનુ ધવા
દંડક : સુરેન્દ્રસિંહ વાળા

 

જામનગરના નવા પધાધિકારીઓ

તપન પરમાર ડેપ્યુટી મેયર
બિનાબેન કોઠારી નવા મેયર
 મનિષ કટારિયા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન
કુસુમબેન પંડ્યા શાસક પક્ષના નેતા
કેતર ગોસરાણી દંડક

 

સુરત મહાપાલિકાના નવા પદાધિકારીઓ

સુરતના નવા મેયર હેમાલી બોઘાવાલા
દિનેશ બોધાણી નવા ડેપ્યુટી મેયર
પરેશ પટેલ સ્ટેડિંગ કમિટીના ચેરમેન
અમિતસિંહ રાજપૂત શાસક પક્ષના નેતા
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS