રાજકોટ : બાળકીનો જન્મ થયો તો મરવા માટે છોડી દીધી તળાવ કાંઠે, બચે નહીં તે માટે જીવતી દીકરીને કપડામાં વીંટી ધૂળ માથે નાંખી

  • July 03, 2021 12:16 PM 

જેને સંતાન ન હોય તેવા દંપતિ પથ્થર એટલા દેવ કરીને પુજા કરે, બાધા રાખે, માનતા કરે કે તેમના ઘરે સંતાનનો જન્મ થાય. જ્યારે કેટલાક લોકો એવા હોય છે જેને સંતાનસુખ પ્રાપ્ત થાય પરંતુ જો દીકરીનો જન્મ થાય તો તેને મરવા માટે ત્યજી દેતા હોય છે. આવી ઘટનાઓ છાશવારે બને છે. જેમાં ત્યજેલી બાળકીઓ મળી આવતી હોય છે. આવી એક ઘટના તાજેતરમાં રાજકોટ જિલ્લામાં ફરીવાર બની છે. રાજકોટમાં ફરીવાર એક ત્યજેલી બાળકી મળી આવી છે. 

 

 

હદ તો ત્યાં થઈ જાય છે કે આ બાળકીને જન્મના તુરંત બાદ જ મરવા માટે ત્યજી દેવામાં આવી હતી. જેણે તેને ત્યજી તેણે જાણે નક્કી કર્યું હોય કે દીકરી મરી જ જવી જોઈએ તેમ દીકરીને કપડામાં વીંટાળી તળાવ નજીક જમીન પર મુકી તેના પર ધુળ વાળી દીધી હતી. પરંતુ કહેવાય છે ને કે જેના રખોપા રામ કરે તેને ઊંણી આંચ પણ ન આવે. તેમ આ દીકરીનો જીવ પણ બચી ગયો છે. હાલ તે રાજકોટમાં સારવાર લઈ રહી છે. 

 

 

ઘટનાની મળતી માહિતી અનુસાર અંબા બાદ ફરી એકવાર તાજી  જન્મેલે બાળકીને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે 6.30 કલાક આપસાસ નાની ખીજળીયા ગામ ના તળાવ નજીક એક ત્યજેલી બાળકી મળી આવી હતી. બાળકીને એક કપડામાં વિંટોળી અને તળાવ નજીક મુકી દઈ તેના પર ધૂળ નાખી દેવામાં આવી હતી.

 


પરંતુ બાળકી જીવતી હોવાથી ત્યાંથી નીકળતા એક રાહદારીની નજર તેના પર પડી અને તેણે કપડું ખોલી જોતાં તેમાંથી બાળકી મળી આવી હતી. કોઈ તળાવ નજીક તાજી જન્મેલી બાળકીને મુકી ગયું હોવાની જાણ તુરંત 108 ને કરવામાં આવી હતી. બાળકીને ત્યાંથી તુરંત પડધરી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS