રાજકોટ મહાપાલિકાએ ત્રણ માસમાં 2,21,445 લોકોને કર્યું વેક્સિનેશન

  • April 10, 2021 02:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હવે 18 વર્ષથી વધુ વયના તમામ નાગરિકોને વેક્સિનેશન કરવા રાજકોટવાસીઓમાંથી ઉઠતી પ્રબળ માગણી: હવે તંદુરસ્ત અને યુવાન નાગરિકોને પણ રસીકરણ કરવું અત્યંત જરૂરી

 


રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા તા.16 જાન્યુઆરીના રોજ વેક્સિનેશન શરૂ થયું ત્યારથી આજે તા.9 એપ્રિલ સુધીમાં કુલ 2,21,445 નાગરિકોને વેક્સિનેશન કરવામાં આવ્યું છે. મહાપાલિકાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે વિનામૂલ્યે વેક્સિનેશનની પ્રક્રિયા પુરજોશમાં ચાલી રહી છે. આરોગ્ય કેન્દ્રો ઉપરાંત વોર્ડવાઈઝ કોર્પોરેટરો તેમજ વિવિધ જ્ઞાતિ-સમાજની સંસ્થાઓ અને મંડળો તેમજ એનજીઓની મદદથી વેક્સિનેશન કેમ્પ પણ યોજવામાં આવી રહ્યા છે. હાલ સુધીમાં મોટાભાગના કોરોના વોરિયર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ, સિનિયર સિટીઝન્સ અને 45થી 59 વર્ષની વય સુધીના કો-મોર્બિડ નાગરિકોને વેક્સિનેશન થઈ ગયું છે ત્યારે હવે 18 વર્ષ કે તેથી વધુ વયના તંદુરસ્ત નાગરિકોને પણ વેક્સિનેશન કરવામાં આવે તેવી પ્રબળ લોક માગણી ઉઠવા પામી છે. મહાપાલિકા તંત્ર આ દિશામાં હકારાત્મક વિચારણા શ કરે તે અત્યંત આવશ્યક છે.

 


વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ હાલ સુધીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન અનુસાર પાત્રતા ધરાવતા હોય તેવા 2,21,445 નાગરિકોને કોરોના સામેની રસી આપી દેવામાં આવી છે. રાજકોટ શહેર વિસ્તારમાં કોવિશિલ્ડ રસી આપવામાં આવી રહી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા પંચાયત દ્વારા કોવેક્સિન રસી આપવામાં આવી રહી છે. મહાપાલિકાએ હાલ સુધીમાં 1,93,724 નાગરિકોને રસીના બન્ને ડોઝ આપી દીધા છે. તદ ઉપરાંત તાજેતરમાં પહેલો ડોઝ લઈ ચુકયા હોય તેવા 27,721 નાગરિકોને બીજો ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે. આ મુજબ સમગ્ર શહેરમાં હાલ સુધીમાં કુલ 2,21,445 નાગરિકોને રસીકરણ થઈ ગયું છે.

 


રસીકરણ માટે વય મયર્દિાની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે પુરાવા તરીકે આધારકાર્ડ સાથે રાખવું ફરજિયાત છે અને રસી આપ્યા બાદ મોબાઈલ નંબર પર સર્ટિફિકેટ પણ તુરંત આપી દેવામાં આવે છે. પ્રથમ ડોઝ લીધા બાદ 28 દિવસ પૂર્ણ થયે બીજા ડોઝ લેવાનો હોય તેવી ગાઈડલાઈન હતી પરંતુ હવે 40 દિવસે બીજો ડોઝ લેવાની ગાઈડલાઈન અમલી છે.

 


તાજેતરમાં શહેરના અનેક વિસ્તારોમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી વેક્સિનેશન કેમ્પ યોજવામાં આવી રહ્યા છે લોકો હરખભેર વેક્સિન લઈ રહ્યા છે ત્યારે હવે 18 વર્ષ કે તેથી ઉપરની વયના નાગરિકોને પણ વેક્સિન આપવાનું શ કરવામાં આવે તે સમયની માંગ છે. 18 વર્ષથી ઉપરના અને 44 વર્ષની વય મયર્દિા સુધીના નાગરિકો તેમને કયારે વેક્સિન મળશે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS