મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં ઝોન સર્ટિ.ની સેંકડો અરજીઓ પેન્ડિંગ: દેકારો

  • March 10, 2021 05:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચમાં ઝોન સર્ટિ. અંગેની સેંકડો અરજીઓ પેન્ડિંગ રહેતા અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો છે. ખાસ કરીને રાજકોટમાં નવા ભળેલા પાંચ ગામો જેમાં માધાપર, મનહરપુર-1 (પાર્ટ), ઘંટેશ્ર્વર, મુંજકા અને મોટામવાના અરજદારો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા હોવાનું જાણવા મળે છે. હાલ સુધીમાં કુલ 1400 અરજીઓ આવી છે જેમાંથી અંદાજે એકાદ હજાર જેટલી અરજીઓ પેન્ડિંગ છે !

 


વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના ત્રીજા માળે આવેલી ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની ઓફિસમાં ઝોન સર્ટિ.ની કામીગીરી કરવામાં આવી રહી છે. આ કચેરીમાં સર્ટિ.ની કામગીરી માટે ફકત એક જ સ્ટાફ મેમ્બરની ફાળવણી કરવામાં આવી હોય, સ્ટાફના અભાવે કામગીરીમાં અસહ્ય વિલંબ થઈ રહ્યો છે જેના કારણે લોકોના બાંધકામ પ્લાનો ઈન્વર્ડ કરવાની પ્રક્રિયા પણ વિલંબીત થઈ રહી છે. દરરોજ અનેક અરજદારો આ સર્ટિ. મેળવવા માટે કચેરીના પગથિયા ઘસી રહ્યા છે. અગાઉ ડામાં આવતા આ ગામોની કામગીરી ડામાંથી થતી હતી, હવે મહાપાલિકા હસ્તક થાય છે. ડા કચેરી પાસેથી ટીપી બ્રાન્ચનું રેકર્ડ પણ ખુબ મોડેથી મળ્યું હતું અને રેકર્ડ મળ્યા બાદ હવે ટીપી બ્રાન્ચમાં પુરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોય અરજદારો પરેશાન થઈ રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS