રાજકોટ મનપા દ્વારા તમામ મીડિયા હાઉસમાં સેનેટાઈઝરનો છંટકાવ

  • October 28, 2020 11:34 AM 

કોરોના વાયરસની મહામારી એ વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં અત્યાર સુધી ૬૯ કેસ કોરોનાના નોંધાઈ ચુક્યા છે. અને એમાં પણ રાજકોટના ૯ કેસ સામેલ છે. વડા પ્રધાન મોદી દ્વારા કોરોનાના સંક્રમણની ચેનને તોડવા લોક ડાઉન જાહેર કર્યું છે. પરંતુ ડોક્ટર્સ, પોલીસ કર્મીઓ, મીડિયા કર્મીઓ પોતાની સેવામાં ૨૪ કલાક હાજર રહે છે અને કોરોનાની દહેશત વચ્ચે પણ નિષ્ઠાપૂર્વક કાર્ય કરતા જોવા મળે છે. વાત કરવામાં આવે તો મીડિયા કર્મીઓની તો પત્રકારોને દેશની ચોથી જાગીર ગણવામાં આવે છે. ચોથી જાગીર ના અર્થે જ મીડિયાના તમામ લોકો કોરોના મહામારી માં પણ સતત ખડેપગે જોવા મળતા હોય છે. ત્યારે મીડિયા કર્મીઓ ની સુરક્ષાના ભાગરૂપે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા યાજ્ઞિક રોડ પરની ધનરજની બિલ્ડિંગમાં આવેલી આજકાલની ઓફિસ સહિત તમામ મીડિયા ઑફિસમાં સેનેટાઈઝર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS