રાજકોટ : મનપાની સામાન્ય સભા, સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કરેલા બજેટને સર્વાનુમત્તે મંજૂરી

  • March 31, 2021 12:27 AM 

રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે આજે જનરલ બોર્ડ મળી હતી. જેમાં નાણાકીય વર્ષ 2021-22 માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 2291.24 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્રને પદાધિકારીઓ અને કોર્પોરેટરો દ્વારા સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું. મેયર ડો.પ્રદીપ ડવના અધ્યક્ષ સ્થાને આ સામાન્ય સભા મળી હતી. જેમાં અંદાજપત્ર મંજૂર કરવા, યથાવત કરવેરાને મંજૂરી આપવા, મિલ્કત વેરામાં દર વર્ષે અપાતી વળતર યોજના મંજૂર કરવા સહિતની 9 દરખાસ્ત મુકવામા આવી હતી.

 

રાજકોટ મનપાના કમિશનર ઉદિત અગ્રવાલના 2275.80 કરોડના બજેટના કદમાં 56.70 કરોડની યોજના ઉમેરવામાં આવી છે. જેમાં શાસકોએ ઘણી નવી યોજનાઓ પણ ઉમેરી હતી અને એ બજેટને સર્વાનુ મતે મંજુર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં વિપક્ષના મહિલા કોર્પોરેટર દ્વારા વ્યવસાય વેરા માફીની માંગ કરી હતી. જો કે જયારે આ બાબતે સ્ટેન્ડિંગ ચેરમેને વિપક્ષના મહિલા કોર્પોરેટરને વ્યવસાય વેરાની માહિતી પૂછતાં વિપક્ષે ગોટા માર્યા હતા અને ચોક્કસ જવાબ આપી શક્યા ન હતા. જે બાબરે મેયરે કહ્યું હતું કે વિપક્ષના કોર્પોરેટર અભ્યાસ કર્યા વગર બજેટમાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS