રાજકોટમાં કોરોનાનો શંકાસ્પદ કેસ પોઝિટિવ હોવાની શક્યતા, પરિવારના 14 લોકો ઓબ્ઝર્વેશનમાં

  • March 19, 2020 09:19 AM 14644 views

 

રાજકોટમાં પણ તંત્ર કોરોના વાયરસ સામે લડવા સજ્જ છે. તેવામાં ગઈ કાલે મોડી રાત્રે શહેરના જંગલેશ્વર વિસ્તારમાંથી મહિલાઓ અને બાળકો સહિત 14 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અંગે જાણવા મળ્યાનુસાર આ પરીવાર અઠવાડિયા પહેલા જ મક્કા મદિનાથી ઉમરાહ કરી પરત ફર્યો હતો. તેમાંથી એક યુવાનને કોરોનાના લક્ષણો જણાતા તે હોસ્પિટલમાં ટેસ્ટ માટે દાખલ થયો હતો. તેના નમૂના લીધા બાદ તેના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જો કે આ ટેસ્ટમાં પરીણામ સ્પષ્ટ ન થતા તેના સેમ્પલને પુણેની લેબમાં મોકરવામાં આવ્યા છે. 

 

આ સાથે પરીવારના અન્ય 14થી વધુ સભ્યોને પણ રાત્રે પોલીસ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ ઓબ્ઝરવેશનમાં રાખવા માટે ખસેડ્યા હતા. હાલ આ તમામને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. સાથે જ તેઓ અન્ય કયા લોકોના સંપર્કમાં આવ્યા છે અને તેમની સાથે અન્ય કોણ સાઉદી અરબથી પરત ફર્યા છે તે વિગતો મેળવાઈ રહી છે. આ લોકોને 14 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. જો પુણેથી યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવશે તો આ પરીવારના સભ્યોના પણ ટેસ્ટ થશે.