કૌન બનેગા મેયર-ડે.મેયર-સ્ટે.ચેરમેન ? કાલે સવારે ફેંસલો

  • March 11, 2021 03:41 PM 

રાજકોટના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો જાહેર થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. શહેરના ઢેબરભાઈ રોડ પર ડો.આંબેડકર ભવનમાં કાર્યરત મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીના સ્ટેન્ડિંગ કમિટી મમાં કાલે સવારે 10 કલાકે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અધ્યક્ષસ્થાને નવા ચૂંટાયેલા તમામ 68 નગરસેવકોની પાર્ટી સંકલનની બેઠક મળશે જેમાં 10-15 કલાકે પ્રદેશમાંથી આવેલા કવર ખોલીને નવા પદાધિકારીઓના નામોની જાહેરાત કરવામાં આવશે. પાર્ટી સંકલન બેઠક પૂર્ણ થયા બાદ 11 કલાકે મ્યુનિસિપલ કમિશનર કમ વહીવટદાર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને સ્પેશિયલ બોર્ડ મિટિંગ મળશે જેમાં નવા પદાધિકારીઓની નિમણૂક માટેનું પાલર્મિેન્ટરી પ્રોસેડિંગ કરવામાં આવશે. સ્પેશિયલ બોર્ડ મિટિંગમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી થશે તેમજ સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. સ્પેશિયલ બોર્ડ મિટિંગ પૂર્ણ થયા બાદ બપોરે 12-30 કલાકે સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક મળશે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્ણ થયા બાદ વિવિધ પેટા કમિટીઓની પ્રથમ બેઠક યોજવા માટેનો એજન્ડા સેક્રેટરી શાખાના મ્યુનિસિપલ સચિવ એચ.પી. પારેલિઆ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવશે.

 

 


રાજકોટ મહાપાલિકામાં મેયરપદની પ્રથમ અઢી વર્ષની ટર્મ ઓબીસી પુરુષ અનામત છે અને હાલમાં મેયરપદ માટે અડધો ડઝન નામો ચચર્ઈિ રહ્યા છે જેમાં વોર્ડ નં.1ના ભાજપ્ના કોર્પોરેટર અને પ્રજાપતિ સમાજના અગ્રણી ડો.અલ્પેશ મોરઝરિયાનું નામ સૌથી મોખરે છે અને બીજા ક્રમે વોર્ડ નં.12ના ભાજપ્ના કોર્પોરેટર અને આહિર સમાજના યુવા અગ્રણી પ્રદીપ ડવનું નામ રેસમાં છે. આ બન્ને નામો માટેની શકયતા વધુ છે. તદ્ ઉપરાંત ત્રીજા ક્રમે જો કોળી સમાજને તક આપવામાં આવે તો બાબુભાઈ ઉધરેજાનું નામ પણ રેસમાં છે. જ્યારે મેયરપદ માટે જે અન્ય નામો ચચર્મિાં છે તેમાં નરેન્દ્ર ડવ, નિલેશ જલુ અને જીતુભાઈ કાટોડિયાનું નામ છે. આ છ પૈકી કોઈ એક મેયર બનશે તેવું રાજકીય વર્તુળોનું અનુમાન છે. જો ધાર્યું થશે તો આ છમાંથી કોઈ એક કોર્પોરેટર મેયર બનશે અને જો અણધાર્યું થશે તો અન્ય નામ અથવા તો રેસમાં પાછળ હોય તેવા નામ પણ આગળ આવી શકે છે.

 


ભૂતકાળમાં 2થી 3 વખત એવું બન્યું છે કે, ચચર્તિા નામોના બદલે તદ્દન નવા જ નામો મેયરપદે આવ્યા હોય, ખાસ કરીને 2010થી 15ની ટર્મમાં એવું બન્યું હતું કે અનેક નામો ચચર્મિાં હતા અને કયાંય ચચર્મિાં ન હતું તેવું જનકભાઈ કોટકનું નામ મેયરપદે જાહેર થયું હતું ! જ્યારે જનકભાઈનો મેયરપદનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ મેયરપદ જનરલ વર્ગની મહિલા માટે અનામત હતું અને ત્યારે બિનાબેન આચાર્યનું નામ મેયરપદ માટે નિશ્ર્ચિત મનાતું હતું પરંતુ પક્ષે ઓબીસી સમાજમાંથી આવતા રક્ષાબેન બોળિયાનું નામ મેયરપદે જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા. જ્યારે 2015થી 20ની ટર્મમાં પણ મેયરપદ માટે નીતિન ભારદ્વાજ અને કશ્યપ શુકલ સહિતના મોટામાથા રેસમાં હતા અને અચાનક જ ડો.જૈમન ઉપાધ્યાયનું નામ મેયરપદે જાહેર થયું હતું. આ ઘટનાક્રમ જોતા પ્રદેશ સંગઠન જો નવા-જૂનીના મૂડમાં હોય તો તદ્દન નવું જ નામ જાહેર થાય તેવું બની શકે છે. જો કે અગાઉના રાજકોટ અને હાલના રાજકોટને જોવાના પ્રદેશના દૃષ્ટિકોણમાં હવે તબદિલી આવી ગઈ છે કારણ કે રાજકોટ હવે ફકત રાજકોટ નથી પરંતુ મુખ્યમંત્રીનું હોમટાઉન છે આથી રાજકોટમાં થતી નિમણૂકોમાં મુખ્યમંત્રીની ઈચ્છાને ધ્યાને લેવી પડે. સવિશેષ એ બાબત પણ નોંધપાત્ર છે કે હાલમાં ચૂંટાયેલા 68 કોર્પોરેટરોએ ભારતીય જનતા પાર્ટીના જુવાળમાં ચૂંટાયેલા છે, આથી કોઈ પર્સનલ કેપેસિટી પર પદ માટે દાવો કરી શકવાની સ્થિતિમાં પણ નથી.

 


સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદ માટે પણ અડધો ડઝન જેટલા નામો હાલ ચચર્મિાં છે જેમાં સૌથી મોખરે દેવાંગ માંકડનું નામ છે ત્યારબાદ નેહલ શુકલ અને પુષ્કર પટેલના નામો અનુક્રમે ચચર્મિાં છે. આ ઉપરાંત વોર્ડ નં.2માં જાયન્ટ કિલર બની જંગી બહમતીથી જીતેલા મનિષ રાડિયા અને જયમીન ઠાકરના નામો પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદ માટેની રસમાં છે. આ ઉપરાંત અશ્ર્વિન પાંભર અને કેતન પટેલ (ઠુંમર)નું નામ પણ છેલ્લા બે-ત્રણ દિવસથી સ્ટેન્ડિંગ ચેરમેનપદ માટેની રેસમાં સામેલ થઈ ગયું છે.

 


ડેપ્યુટી મેયરપદ માટે મોટાભાગે મહિલાઓના નામ ચચર્મિાં છે જેમાં ડો.દર્શિતા શાહ, ડો.દર્શના પંડયા, જ્યોત્સનાબેન ટિલાળા, નયનાબેન પેઢડિયા અને દેવુબેન જાદવના નામ ચચર્ઈિ રહ્યા છે. જ્યારે શાસકપક્ષના નેતાપદ માટે વિનુભાઈ ધવા, નીતિનભાઈ રામાણી, નિભા વાઘેલા, વોર્ડ નં.4ના કોર્પોરેટર પરેશ પીપળિયા અને સુરેન્દ્રસિંહ વાળા વિગેરેના નામો ચચર્મિાં છે.

 


આવતીકાલે સવારે 11 કલાકે યોજાનારી સ્પેશિયલ બોર્ડ મિટિંગ પૂર્ણ થયા બાદ સ્ટેન્ડિંગ કમિટીની પ્રથમ બેઠક મળશે જેમાં ચેરપર્સનની સત્તાવાર નિયુક્તિ કરાશે. આ ઉપરાંત વિવિધ 15 કમિટીઓના ચેરપર્સન અને વાઈસ ચેરપર્સનની નિમણૂક કરવા માટેનો એજન્ડા પ્રસિધ્ધ કરવામાં આવશે અને મુકરર તારીખે પેટા કમિટીઓની બેઠકો યોજી હોદ્દેદારોની વરણી કરવામાં આવશે અને સંભવત: તે જ દિવસે નવા ચેરમેન પદગ્રહણ પણ કરશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS