રાજકોટ : આજકાલ દ્વારા માસ્કના કાળા કારોબારનો પર્દાફાશ

  • March 25, 2020 04:29 PM 872 views

આજકાલ દ્વારા રાજકોટમાં માસ્કના કાળા કારોબારનો પર્દાફાશ, ૧૪.૭૦ રૂપિયાનું તો વેપારીને પડી રહ્યું હોવાનો વેપારીઓનો દાવો, સરકાર દ્વારા ૧૦ રૂપિયામાં માસ્ક આપવામાં જ નથી આવતા

એક તરફ વિશ્વભરમાં મહામારી જેવા કોરોના વાયરસનો ફેલાવો થઇ રહ્યો છે. ત્યારે લોકો આ વાયરસથી બચવા પ્રાથમીક ઉપચાર એવા મોઢાના માસ્ક અને હેન્ડ સેનિટાઈઝારનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે આ જરૂરી વસ્તુનો મેડીકલ સ્ટોરધારકો કરી રહ્યા છે કાળો કારોબાર... જી હા.. સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં ૮ રૂપિયાનું મળતું માસ્ક ૧૫ થી ૨૦ રૂપિયાનું વેચવામાં આવી રહ્યું છે. જેનો સાક્ષી પુરતો આ વિડીયો છે રાજકોટમાં મેડીકલમાં ચાલતા આ કાળા બજારનો પર્દાફાશ કરવા આજકાલ દ્વારા કરવામાં આવેલા આ સ્ટ્રીંગ ઓપરેશનમાં સમગ્ર ઘટના સામે આવી. રાજકોટમાં અમારા રીપોર્ટ દ્વારા જ્યારે મેડીકલ સ્ટોરમાં જઈ માસ્ક માગ્યું. ત્યારે આ માસ્કના ૧૫ થી ૨૦ રૂપિયા માંગવામાં આવ્યા. જ્યારે અમારા રીપોર્ટર દ્વારા આ મેડીક સ્ટોર વાળાને પૂછવામાં આવ્યું કે કેમ આ માસ્કતો ૮ રૂપિયાનું મળે છે ત્યારે મેડીકલ સ્ટોર ધારકે આ માસ્ક તેને રૂપિયા ૧૪.૭૦ નું ઘરમાં પળી રહ્યું હોવાથી કમાવા માટે તે આ ભાવ વધારી રહ્યા છે તેવું સ્પસ્ટ કહેવામાં આવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application