રાજકોટમાં માધાપર પાસે બનશે આધુનિક બસ સ્ટેશન, મુખ્યમંત્રી રૂપાણીની શહેરીજનોને વધુ એક ભેટ

  • January 13, 2021 01:20 PM 936 views

ઉત્તરાયણના પર્વ સમયે રાજકોટવાસીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ મોટી ભેટ આપી છે. રાજકોટના લોકોને ટુંક સમયમાં જ એક અત્યાધુનિક બસ સ્ટેશન મળવા જઈ રહ્યું છે. આ અંગે આજે સત્તાવાર જાહેરાત રાજ્યના મુખ્યમંત્રીએ કરી દીધી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીએ લીધેલા નિર્ણય અનુસાર રાજકોટમાં માધાપર ચોકડી પાસે નવું બસ સ્ટેશન નિર્માણ પામશે. આ બસ સ્ટેશન બનાવવા માટે માધાપર ચોકડી નજીક જમીન ફાળવવા આદેશ પણ કરવામાં આવ્યા છે. 
 

રાજકોટમાં બનનાર નવા બસ સ્ટેશન માટે 1 રૂપિયાના ટોકનભાવે જમીન ફાળવવા કેબિનેટમાં નિર્ણય લેવાયો છે. જામનગર રોડ પર આ બસ સ્ટેશન બનતા ટ્રાફિકની સમસ્યા પણ હળવી થઈ જશે. આ નિર્ણયથી રાજકોટવાસીઓમાં આનંદની લાગણી વ્યાપી છે. રાજકોટમાં સરકાર દ્વારા કરેલા અનેકવિધ વિકાસ કાર્યોના લીધે છેલ્લા કેટલાક સમયથી શહેર સતત સમૃદ્ધિ અને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આ નિર્ણયથી સોનામાં સુગંધ ભળ્યા જેવો ઘાટ ઘટાડો છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application