રાજકોટમાં ધોળા દિવસે મહિલાની ઘરમાં ઘુસી કરાઈ હત્યા, હત્યા કરી ફરાર થયેલા પૂર્વપતિની ધરપકડ

  • July 27, 2021 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના બીશપ હાઉસ નજીક રાજારામ મોહનરાય સ્કૂલ પાસેના એક મકાનમાં રહેતી સરીતા કહાર નામની પૂર્વ પ્રેમિકાને યુપીના ગોરખપુરથી આવેલા પ્રેમી આકાશ રામાનુજ મોર્ય (ઉ.વ.૨૭)એ દિન દહાડે ઘરમાં ઘુસી માથાના ભાગે ગોળી ધરબી દઇ હત્યા નિપજાવ્યાના બનાવે ખળભળાટ મચાવી દીધો હતો. હત્યા નિપજાવી આરોપી ઓટો રીક્ષામાં નાસી છુટયો હતો પરંતુ શહેર પોલીસની સર્તકતાના પગલે માધાપર ચોકડી પાસેથી આરોપી દબોચાયો હતા. જીવ ગુમાવનાર યુવતિ સરીતા સગર્ભા હતી. બપોરના ઘરે જમી રહી હતી એ વેળાએ જ પૂર્વ પ્રેમીએ આવીને હત્યા નિપજાવી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં દોઢ વર્ષથી અન્ય સાથે રાજકોટમાં લ કરીને રહેતી હતી અને પોતાના પાસેથી ચારેક લાખ રૂપિયા લઇ ગઇ હતી. જે નાણા અને પ્રેમમાં દગો આપ્યાનો ખાર રાખીને હત્યા કર્યાનો એકરાર કર્યેા હતો.

હરિપર પાસેના મકાનમાં રહેતી એક યુવતિની ફાયરિંગ કરી હત્યા કરાયાના  સમાચારના પગલે ઘટના સ્થળે ડીસીપી એમ.એન.જાડેજા, ક્રાઇમ એસીપી બસીયા, પીઆઇ વી.કે.ગઢવી, એસઓજી પીઆઇ આર.વાય.રાવલ, યુનિ. પીઆઇ એ.એસ.ચાવડા, પીએસઆઇ એ.બી.જાડેજા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ઘરમાં અન્ય રૂમ અંદર માથામાંથી લોહી નિકળતી હાલતમાં યુવતીનો દેહ પડયો હતો તેમજ બાજુમાં હથિયાર પણ પડેલું હતું. યુવતી બપોરના સમયે જમી રહી હોય તે રીતે થાળીમાં ભોજન પીરસાયેલુ હતું. મૃતકના પરિવારજન, પાડોશીએ પોલીસને આપેલી વિગત અને આરોપીનું વર્ણન તથા નામ ફોટો દર્શાવતા તુર્ત જ શહેરમાં નાકાબંધી કરાવાઇ હતી.

દરમિયાનમાં આરોપી ઓટો રીક્ષામાં માધાપર ચોકડી તરફ ભાગ્યો હોવાના સગડ મળતા ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ ત્યાં પહોંચી હતી. પીએસઆઇ પી.બી.જેબલીયા તથા સ્ટાફે વર્ણનના આધારે આરોપી આકાશ રામાનુજ મોર્યને પકડી પાડયો હતો. પોલીસે હાથ ધરેલી પ્રાથમિક પુછતાછમાં આકાશ મોર્યએ એવું કથન કયુ હતું કે, સરીતા અને પોતે બન્ને યુપીના ગોરખપુરના જ વતની છે અને બન્ને વચ્ચે પ્રેમ સંબધં હતો. યુવતીએ પોતાની સાથે કોર્ટ મેરેજના કરાર પણ કર્યા હતાં. સરીતા દોઢ વર્ષથી રાજકોટ રહેવા આવી ગઇ હતી અને પંકજ ચાવડા નામના વ્યકિત સાથે લ કરી લીધા હતા. પ્રેમમાં છેહ દઇ અન્ય સાથે પરણી જતાં દગો સહન થયો ન હતો. જેથી પ્રેમીકાની હત્યા કરવાના ઇરાદે રાજકોટ આવ્યો હતો અને આવીને સીધો તેના ઘરે પહોંચ્યો હતો. પ્રેમિકા તેમજ અન્ય વ્યકિત ઘરમાં હતાં, જમી રહ્યા હતાં તે સમયે જ ઘરમાં ઘુસીને ગોળી ધરબી દઇ નાસી છુટયો હતો. પોલીસે આરોપીએ કરેલા કથનમાં તથ્ય કેટલું તે વિશે પણ વધુ પુછતાછ આદરી છે. મૃતકના પતિ પંકજ ચાવડાની ફરિયાદ નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY

કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS