રાજકોટ: કુંદન હોસ્પિટલમાં ઓક્સિજનના ઘટાડાના કારણે 2 દર્દીના મોતનો પરીવારજનોનો આક્ષેપ, દર્દી ગંભીર જ હોવાની ‌‌ડોક્ટરની સ્પષ્ટતા

  • April 23, 2021 08:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની કુંદન ખાનગી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. રાજકોટની કુંદન હોસ્પિટલમાં દર્દીને દાખલ કર્યા બાદ તેના સ્વજનોને હોસ્પિટલમાં સારવાર અંગે કોઈ સમાચાર આપવામાં આવતા નથી, તેવામાં આજે વહેલી સવારે 4 વાગ્યાથી ડોકટરો દર્દીના સગાને ઓક્સિજન માટે દોડાવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. દર્દીના સગાને પેશન્ટ વિશે કોઈ જાણકારી ન અપાતી હોવાનો પણ પરિવારોજનોએ આક્ષેપ કર્યો હતો. તેમનું કહેવું હતું કે જ્યારે હોસ્પિટલમાં દર્દીઓના સગા દર્દીની સારવાર અંગે પૂછવા જાય છે ત્યારે સિક્યોરિટી સ્ટાફ તેમને હોસ્પિટલમાં પ્રવેશ આપતો નથી અને બેફામ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. 

 

આ સાથે જ સામે એમ પણ આવ્યું છે કે કુંદન કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનમાં ઘટાડો થયો હતો જેના કારણે દર્દીના મોત પણ થયા છે. આ મામલે દર્દીના સગાઓનો હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. તેમનું કહેવું છે કે ઓક્સિજન ઘટવાના કારણે દર્દીના મોત થયા છે. પરંતુ આ અંગે હોસ્પિટલના સત્તાધીશો દ્વારા સત્તાવાર જાણ કરાઈ ન હતી. 

 

જો કે હોસ્પિટલમાં 2 દર્દીના મોત અંગે ડોક્ટરોનું કહેવું છે કે તેમનું મોત ઓક્સિજનના ઘટાડાના કારણે થયા નથી તેમની હાલત પહેલાથી જ ગંભીર હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS