રાજકોટમાં દેશમાં સૌ પ્રથમ નદીની ઉપર એરપોર્ટનો રન–વે

  • June 04, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નદીના વહેણ પર બનાવેલા રન–વે પર વિમાનોની આવન જાવન થતી જોવા મળશે: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના દિલ્હીના અધિકારીઓ સાથેની સમીક્ષા બેઠકમાં કરાયેલો ઉલ્લેખ

 


રાજકોટ અને ચોટીલા તાલુકાની બોર્ડર પર આવેલા હિરાસર ગામ નજીક આંતરરાષ્ટ્ર્રીય કક્ષાના ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થઇ રહ્યું છે આ એરપોર્ટ પર જે રનવે બનવાનો છે તે અહીંથી પસાર થતી નદી પર બનાવવામાં આવી રહ્યો છે તે અંગેની ચર્ચા આજે દિલ્હીથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અને સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સત્તાવાળાઓ સાથેની વાતચીત દરમિયાન કરવામાં આવી છે આ પ્રકારનો રનવે અને એરપોર્ટ કદાચ સમગ્ર દેશમાં પ્રથમ હશે.

 


એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના રાજકોટ ખાતેના સત્તાવાળાઓ અને સિંચાઈ વિભાગના ટોચના અધિકારીઓએ તૈયાર કરેલી ડિઝાઇન મુજબ નદીનું વહેણ યાંથી પસાર થઈ રહ્યું છે તેની ઉપર બોકસ કલવર્ટ પદ્ધતિથી કામકાજ થઈ રહ્યું છે અને યારે તે પૂં થશે અને એરપોર્ટ કાર્યરત થશે ત્યારે આ સ્થળે નદીના વહેણ પર બનાવેલા રન–વે પર વિમાનોની આવન જાવન થતી જોવા મળશે.

 


આ બાબતે અધિક કલેકટર પરિમલ પંડાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે નદીના વહેણ પર બોકસ કલવર્ટ નાખીને રનવે બનાવવાના પ્રોજેકટને સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે.

 


આજે દિલ્હીથી સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના સેક્રેટરીએ વીડિયો  કોન્ફરન્સથી રાજકોટ અને ઢોલેરા એરપોર્ટના પ્રગતિ રીપોર્ટની સમીક્ષા કરી હતી ગુજરાત સરકારના સેક્રેટરી મમતા વર્મા ગાંધીનગરથી અને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન રાજકોટથી તેમાં જોડાયા હતા.

 


મિટિંગમાં એવી માહિતી આપવામાં આવી હતી કે બે ચેકડેમ દૂર કરવાના થાય છે તે પૈકી મોટાભાગનું કામ પૂં થઇ ગયું છે એરપોર્ટ ની સાઈડ પર બે કાચા મકાન અને એક પાણીની ટાંકી છે તે આગામી તારીખ ૧૧ ના રોજ તોડી પાડવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS