રાજકોટમાં આત્મીય કોલેજ પાસે રાશન લેવા લોકોનો હોબાળો, ટોળા થયા એકત્ર, જાહેરનામાનો ઉલાળીયો

  • October 28, 2020 11:34 AM 
  • રાજકોટમાં આત્મીય કોલેજ પાસે રાશન લેવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા, જાહેરનામાનો લોકોએ કર્યો ઉલાળિયો, રાશન ન મળતા લોકોએ મચાવ્યો હોબાળો
  • સરકારની ફૂડ બાસ્કેટ યોજના અંતર્ગત લોકોને અનાજ કરિયાણા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં ઠેર ઠેર રાશન ની દુકાનો પર લોકોની લાંબી કતારો લાગી છે. શહેરની આત્મીય કોલેજ પાસે આવેલી અનાજ કરિયાણાની દુકાન પાસે પણ લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે. કોરોના વાયરસની સાવચેતીના પગલે લોકોને થોડા થોડા અંતરે ઊભા રહેવાનું જણાવ્યું હતું. પરંતુ લોકોએ એ નિયમનો પણ રાશનની દુકાનો પાસે ભંગ કર્યો છે અને ટોળા વળીને લોકો અનાજ લેવા ઉમટ્યા છે. ત્યારે લોકોને અહીંયા અનાજ ન મળતાં લોકોએ હોબાળો મચાવ્યો હતો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS