રાજકોટનો ઔદ્યોગિક ઝોન લોક:10 હજાર જેટલા યુનિટમાં સ્વેચ્છિક બંધ

  • April 22, 2021 02:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે રાજકોટના 10000 જેટલા ઔદ્યોગિક એકમો લોક રહયા હતા. કોરોના ની ભયાનક પરિસ્થિતિના પગલે રાજકોટના ઓધોગિક એકમો અને સોની બજાર માં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું હતું જેને અનુસંધાને આજે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ, આજી જીઆઇડીસી, લોથડા,પીપલાણા, હડમતાળા, મેટોડા સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ લોધીકા ઇન્ડસ્ટ્રીઝ ,કુવાડવા જીઆઇડીસી અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલા ઔદ્યોગિક એકમોએ આજે તેમના યુનિટ બંધ રાખ્યા હતા અને આવતીકાલે પણ આ બંધમાં જોડાવવા માટે તેઓએ સહમતી દાખવી છે.

 

 

રાજકોટ શહેરની સાથે ઓદ્યોગિક ઝોનમાં પણ કોરોના ની એન્ટ્રી થતા અને હાલમાં જે રીતે વાયરસ ઘાતક બન્યો છે ત્યારે હવે કોરોનાની ચેઇન તોડવા માટે ઉદ્યોગકારોએ બુધવાર અને ગુરુવારે એમ બે દિવસ રાજકોટ ની આજુબાજુ આવેલા તમામ ઉદ્યોગો સ્વૈચ્છિક રીતે આજે લોક રહ્યા હતા.

 


શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના પ્રમુખ કિશોરભાઈ પટેલે જણાવ્યું હતું કે શાપર-વેરાવળમાં 3100 જેટલા ઔદ્યોગિક એકમો આવેલા છે. જે આજે સંપૂર્ણ રીતે બંધ રહ્યા હતા અને આવતીકાલે પણ તમામ યુનિટો બંધ રહેશે. આ તમામ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના કામદારોને બે દિવસ નું વેતન ચૂકવવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી છે.

 


રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન ના યશભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ પાંચાણી એ જણાવ્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિ એટલી ભયાનક છે કે જ્યાં સુધી કોરોના ની ચેઇન નહિ તૂટે તો આગામી દિવસોમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા લોકોએ જ સજાગતા દાખવીને ઘરે રહીને કોરોના થી બચવું આવશ્યક બની ગયું છે. રાજકોટમાં કોરોના ની વણથંભી રફતાર થઈ હતી ત્યારે જ ઉદ્યોગ એકમોમાં કોરોના થી બચવા માટેના યોગ્ય પગલાં પણ લેવામાં આવ્યા હતા. ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ અને માસક ફરજિયાત હતું તેમ છતાં હાલના સમયમાં લોકડાઉન આવશ્યક છે આથી રાજકોટ જ નહીં પણ સૌરાષ્ટ્ર ની આજુબાજુમાં આવેલા ઉદ્યોગોમાં પણ બે દિવસ માટે લોકડાઉન કરવાનો નિર્ણય લેવાયો હતો જેમાં તમામ ઉદ્યોગોએ સાથ આપ્યો છે.

 


આજી જીઆઇડીસીના પ્રમુખ નરેશભાઇ શેઠએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં આવેલા 500 જેટલા યુનિટો આજે અને આવતીકાલે પણ બંધ રાખવાના છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS