રાજકોટ જળબંબાકાર, નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું કરાયું રેસ્ક્યુ, અનેક રસ્તા કરાયા બંધ

  • September 13, 2021 01:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ભાદરવો ભરપૂર વરસ્યો છે, શહેરમાં છેલ્લા 27 કલાકથી વધુ સમયથી વરસતા વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં મહિલા કોલેજ અન્ડરબ્રિજ, એસ્ટ્રોન નાલુ, પોપટ પરા બ્રિજ, લક્ષ્મીનગર નાલુ, રેલનગર બ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ઘુસી જતા લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું. 

શહેરનાં લલુડી વોકળી વિસ્તાર જળબંબાકાર થયો હતો અહીં મકાનોમાં 5-5 ફૂટ સુધી પાણી ભરાતા લોકો ઘરમાં જ ફસાયા છે.  

ફાયર અને પોલીસ વિભાગ દ્વારા રસ્તા પર વરસતા વરસાદ વચ્ચે દોરડા વડે લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. 

શહેરની કેવડાવાડી નજીક લલુડી વોકળી વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા.

આ સિવાય આજી નદીના આસપાસના વિસ્તારોમાં પણ લોકોને એલર્ટ કરાયા છે. આજી નદી ગાંડીતૂર બનતા રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ઘૂસી ગયા હતા. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS