વાહ! રાજકોટની યુવતીએ લગ્નમાં એકત્ર થયેલા રૂપિયા ખર્ચ્યા ચેકડેમ બનાવવામાં, મેરેજ એનીવર્સરી પર પણ ચેકડેમ પાછળ કરશે ખર્ચ

  • November 23, 2023 01:56 PM 

કોઈ શુભ પ્રસંગ હોય એટલે સ્ત્રી સોનાના ઘરેણા, ડાયમંડની જ્વેલરી કે અન્ય કોઈ કિંમતી વસ્તુ લેવાનું પસંદ કરતી હોય છે પણ રાજકોટની યુવતીએ એક એવો નિર્ણય કર્યો જેને સૌ કોઈ બિરદાવી રહ્યું છે. પ્રીમાંશી બાલધાએ લગ્નમાં એકત્ર થયેલા રૂપિયા ચેકડેમ બનાવવા પાછળ વાપર્યા. પ્રિમાંશીના લગ્નને એક વર્ષ પૂર્ણ થઈ ગયું. આ એક વર્ષમાં જેટલા પણ રૂપિયા એકત્ર થયા તેનો ઉપયોગ પ્રીમાંશીએ ચેકડેમ બનાવવા પાછળ કર્યો. સાથે જ જ્યારે પણ હવે મેરેજ એનિવર્સરી આવશે ત્યારે પણ જેટલા રૂપિયા એકત્રિત થશે તેટલા પ્રિમાંશી ચેકડેમ બનાવવા પાછળ વાપરશે તેવો એક નિર્ણય પણ કર્યો છે. હાલ પ્રીમાંશીએ 21 હજારનો ચેક ગીરગંગા પરિવાર ટ્રસ્ટને અર્પણ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application