રાજકોટમાં નોંધાયા વધુ 4 પોઝિટિવ કેસ, જાણો રાજકોટ શહેર અને જિલ્લાના કુલ કેસની વિગતો

  • June 05, 2020 06:22 PM 1511 views

 

રાજકોટમાં વધુ 4 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન લેવામાં આવેલા 179 સેમ્પલમાંથી 175 નેગેટિવ આવ્યા છે જ્યારે 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 

 

જે 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તેમાં રાજકોટ ગ્રામ્ય વિસ્તાર પડધરીના 48 વર્ષીય પુરુષ, અમદાવાદના નરોડાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં 59 વર્ષના પુરુષ, 28 વર્ષીય યુવતી અને વિરમગામની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા 61 વર્ષના પુરુષો સમાવેશ થાય છે. 

 

રાજકોટમાં અત્યાર સુધીમાં 2 દર્દીના કોરોનાના કારણે અવસાન થયા છે. હાલ જે કોરોના સંક્રમિત એક્ટિવ દર્દીઓ સારવારમાં છે તેમાંથી 27 સિવિલ હોસ્પિટલમાં છે જેમાંથી 1 દર્દી વેન્ટીલેટર પર છે, 1 દર્દી ઓક્સીજન પર અને એક દર્દી સ્ટેબલ છે. આ સિવાય 7 દર્દી પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવારમાં છે તેમાંથી 2 દર્દી ગ્રામ્યના છે જ્યારે 5 પોઝિટિવ દર્દી અન્ય જિલ્લાના છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application