ફૂડ આર્મીની અનોખી બેગ બેંક: જ્યાં જમા થાય છે દરરોજ ૧૦૦૦ કિલો પ્લાસ્ટીક, પ્લાસ્ટિક બેગ બેંકના પ્રોજેક્ટ થકી રેડલાઇટ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલી અનેક યુવતીઓ આત્મનિર્ભર બની

  • July 06, 2021 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દેશ-દુનિયામાં પ્લાસ્ટિક નું પ્રદુષણ પળોજણ બની રહ્યું છે, આ પ્રદૂષણ મુખ્ય સમસ્યા તરીકે સામે આવી છે તેમ છતાં હજુ પ્લાસ્ટિક મુક્ત વિશ્વ બનતા સમય લાગશે આ દરમિયાન વિવિધ સંસ્થાઓ અને પર્યાવરણ બચાવવા ઝુંબેશ ચલાવનારાઓ દ્વારા અલગ અલગ જ પ્રયોગો થકી પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. પ્લાસ્ટિક રિસાયકલ પ્રોજેક્ટ સાથે પ્લાસ્ટિક બેગ બેંક રાજકોટની એક યુવતીએ તેની એનજીઓના સાથી મિત્રોના સાથ થી શરૂ કરેલ છે હાલમાં મુંબઈથી શરૂ કરેલ આ પ્રોજેક્ટ ધીમે ધીમે સમગ્ર દેશમાં શરૂ થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ થકી અત્યાર સુધીમાં લાખો કિલો પ્લાસ્ટીક એકત્ર કરીને તેમાંથી રિસાયકલ દ્વારા ચટાઈ બનાવીને હજારો મહિલાઓ માટે તેની સ્વરોજગારી નું સાધન પણ બને છે.

રાજકોટ ની યુવતી રીન્ટુ કલ્યાણી રાઠોડ અને તેના10 ફ્રેન્ડસ એ વર્ષ 2014માં ફૂડ આર્મી નામથી એનજીઓ શરૂ કર્યું હતું. આ એક એવું છે કે જેના દ્વારા અલગ-અલગ અને સમાજને પણ છતાં મુખ્ય વિષયો પર ઝુંબેશ ચલાવવામાં આવે છે. હાલમાં સમગ્ર વિશ્વ પ્લાસ્ટિકમય બની ગયું છે, બજારમાં સોસ લઈ અને દૂધ,ફળ થી મીઠાઈ અને ગ્રોસરી ની તમામ પ્લાસ્ટિક બેગ માં કેદ થઈ ને રહી ગઈ છે જે પર્યાવરણ માટે ભયંકર નુકસાન પહોંચાડે છે. ગ્રામ્ય વિસ્તાર હોય એ શહેરી વિસ્તાર ખૂણે ખાંચરે પ્લાસ્ટિકની થેલીઓ ઉડતી જોવા મળે છે આથી ઓ નદી નાળા અને દરિયામાં એકત્ર થઇને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડે છે અથવા તો અબોલ જીવોના પેટમાં ભોગ તેના ભોગ લેવાય છે. આ સળગતી સમસ્યાની ચિંતા કરીને ફૂડ આર્મી ના ફાઉન્ડર રીંતુ અને તેના સાથી મિત્રોએ એક નવો જ પ્રયોગ હાથ ધર્યો, આ પ્રયોગ થકી એક પંથ અને દો કાજ જેવું કાર્ય આગળ વધી રહ્યું છે જેમાં પ્લાસ્ટિક પ્રદૂષણ થી મુક્તિ અને જરૂરિયાતમંદ બહેનો જેમાં ખાસ કરીને રેડ લાઈટ એરિયામાં થી રેસ્ક્યુ કરાયેલી યુવતીઓને સ્વાવલંબી બનાવવા માટે પ્લેટફોર્મ મળી રહ્યું છે.

આ પહેલ વિશે રીન્ટુ જણાવે છે કે, મુંબઈથી કરાયેલી શરૂઆત હવે ધીમે ધીમે રાજકોટ સુધી પહોંચી રહે છે. બાંદ્રા ખાતે પ્લાસ્ટિક બેગ બેંક શરૂ કરવામાં આવી છે જેમાં મુંબઇ સહિત દેશભરના શહેરોમાં થી પ્લાસ્ટીક એકત્ર કરવામાં આવે છે જેમ આ પ્રોજેક્ટ વિશે લોકોને માહિતી મળી રહે છે તેમ તેમ રાજસ્થાન ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ સહિત અલગ અલગ રાજ્યોમાંથી લોકો કુરિયર દ્વારા એકત્ર કરેલ બેસ્ટ પ્લાસ્ટિક ફૂડ આર્મી ને મોકલે છે. દરરોજ ૩૫૦ કિલો થી લઈ 1000 કિલો સુધી નો પ્લાસ્ટિક આ બેંકમાં જમા થાય છે ત્યારબાદ તેનું રિસાયકલ કરી ને પ્લાસ્ટિક બહેનોને આપવામાં આવે છે અને આ બહેનો તેમાંથી ચટાઇ બનાવે છે. આ રીતે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બન્યા બાદ આ જ સંસ્થા આ ચટાઈની ખરીદી કરે છે છે અને તેમાંથી મળતી રકમ કામ કરતી બહેનો ને આપવામાં આવે છે. 20 કિલો પ્લાસ્ટીકમાંથી ચટાઈ તૈયાર થાય છે. સંસ્થા દ્વારા આ તમામ ચટાઈ ફૂટપાથ પર રહેતા લોકોને દાનમાં આપવામાં આવે છે. આ પ્રોજેક્ટ થકી રિસાયકલ બાદ પ્લાસ્ટિક અન્ય સંસ્થાઓને આપવામાં આવે છે. આ પ્લાસ્ટિક અમૂક પ્રકાર ના ફ્યુઅલ, કુંડાઓ સહિતની વસ્તુઓ વાપરવામાં આવે છે.


રેડલાઈટ વિસ્તારમાંથી રેસ્ક્યુ કરાયેલી અનેક યુવતીઓ આત્મનિર્ભર બની

 

પ્લાસ્ટિક બેગ બેંક ના પ્રોજેક્ટ થકી રેડલાઇટ વિસ્તાર માંથી રેસ્ક્યુ કરાયેલી અનેક યુવતીઓ આત્મનિર્ભર બને છે. એનજીઓ દ્વારા મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવાનો છે જેની સાથે જરૂરિયાત મંદ મહિલાઓને સ્વાવલંબી પણ બનાવી શકાય તે માટે ફૂડ આર્મી એ શરૂ કરેલા આ પ્રોજેક્ટમાં એક હજાર જેટલા સભ્યો બન્યા છે. ધીમે ધીમે આ પ્રોજેક્ટ રાષ્ટ્રીય પ્રોજેક્ટનું રૂપ લઈ રહ્યો છે. અલગ-અલગ શહેરોમાં બેંક ની બ્રાન્ચ ઊભી કરાશે. સંસ્થાના જણાવે છે કે જરૂરિયાત મંદ યુવતીઓને રોજીરોટી સાથે રસ્તા પર કચરો વીણતાં લોકો ના પેટ ની ભૂખ કરી શકાય તે માટે તેમને પણ આ કામે લગાડયા છે. તેઓ કચરો વિણવા ની સાથે રસ્તાઓમાં ઉડતું પ્લાસ્ટીક એકત્ર કરીને આ બેંકમાં જમા કરાવે છે જેની સામે આ એનજીઓ તેમને અનાજ પૂરું પાડે છે.

પર્યાવરણ બચાવવા માટે સૌપ્રથમ ચોકલેટના ગણપતિજી બનાવ્યા હતા

 

ફૂડ આર્મી ના ફાઉન્ડર રીન્ટુએ પર્યાવરણ બચાવવા માટે એક દાયકા પહેલા પ્લાસ્ટર ઓફ પેરિસ માંથી બનતા ગણપતિ ના બદલે સૌપ્રથમ વખત ચોકલેટના ગણપતિજીની મૂર્તિને આકાર આપ્યો હતો. ત્યારબાદ સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ ભાવિકો દ્વારા ચોકલેટના ગણપતિજી બનાવાઈ રહ્યા છે આ ઉપરાંત બે વર્ષ પહેલા ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકો ને પૌષ્ટિક આહાર પૂરો પાડવા માટે ખીરમાંથી ગણેશજી પણ બનાવ્યા હતા. હવે પ્લાસ્ટિક મુક્ત ઝુંબેશ શરૂ કરી ને રાજકોટમાં ટૂંક સમયમાં આ બેન્ક શરૂ થશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS