ખેતી માટે ડોકટરે પ્રેક્ટિસ છોડી, રણના અમૃત ફળ ખારેકનું રાજકોટમાં કર્યું ઉત્પાદન, ટીશ્યુ કલ્ચર પદ્ધતિથી ૧૦ વિઘાની જમીનમાં ૧૪૦૦૦ કિલો ખારેકનું ઉત્પાદન 

  • June 03, 2021 11:33 AM 

રણના અમૃત ફળ ખારેકનું રાજકોટની ધરતી પર પ્રાકૃતિક ખેતી થકી મબલખ ઉત્પાદન કરવામાં આવ્યું છે. હવે પ્રાકૃતિક ખેતીથી સૌરાષ્ટ્રના કૃષિ જગતની તાસીર બદલાઈ રહી છે. ત્યારે રાજકોટના પ્રગતિશીલ ખેડૂત કે જેઓ આમ તો વ્યવસાયે ડોક્ટર છે પરંતુ પ્રાકૃતિક ખેતી કરવાના શોખથી પ્રેક્ટિસ મૂકીને તેઓએ રાજકોટ નજીક જશવંતપુર ગામે તેના ૨૦ વીઘા ફાર્મમાં ૧૨થી ૧૫ ગીર ગાય વસાવી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી બીજા ખેડૂતોને પ્રેરણા મળે તેવા આવિષ્કારો કર્યા છે. ખેડૂત ડો.રમેશભાઈ પીપળીયા સાત વર્ષ પહેલા જશવંતપુર ગામે ૨૦ વિઘાની જમીનમાંથી ૧૦ વીઘા જમીનમાં ટિશ્યૂકલ્ચર પદ્ધતિથી ખારેકનું વાવેતર કર્યું હતું. તેઓ ચાર વર્ષથી ખારેકનું ઉત્પાદન મેળવે છે.

 

ટીશ્યુ કલ્ચર પદ્ધતિથી કરેલા વાવેતરને લીધે એક ઝાડ પર  ૫૦ થી ૬૦ કિલો ખારેકનો ઉતારો

 

પ્રગતિશીલ ખેડૂત ડો.રમેશભાઈ પીપળીયાએ જણાવ્યું હતું કે, ગાય આધારિત અને સંપૂર્ણ નેચરલ ખાતરનો ઉપયોગ કરવાથી બીજી કોઇ દવાનો ઉપયોગ કરવો પડતો નથી. એક એકર વીઘા જમીનમાં ખારેકના ૬૦ ઝાડ ઉભા છે અને દરેક ઝાડ પર માર્ચ મહિનાથી ખારેક આવવાનું શરૂ થાય છે અને જૂન-જુલાઈમાં ખારેક પાકી જતા તેનો ઉતારો લેવામાં આવે છે. હાલ એક ઝાડ પર ૫૦થી ૬૦ કિલો ખારેકનો  ઉતારો છે. આ રીતે દસ વીઘા જમીનમાં કુલ ૧૪ હજાર કિલો ખારેકના ઉત્પાદનનો અંદાજ છે. અન્ય પાકના પ્રમાણમાં તેઓને ખારેકમાં મબલખ ઉત્પાદન મળ્યું છે. એક ઝાડ દીઠ રૂ.૫ થી ૭ સાત હજારની આવક થાય છે. ખારેકની આવક  સાતત્યપૂર્ણ રહે છે અને હવામાનની કોઈ ખાસ અસર થતી નથી. પ્રાકૃતિક ખેતી અને સ્ટાન્ડર્ડ કંપનીના ટિશ્યૂકલ્ચર પાકથી બધી જ ખારેકમાં મીઠાશ જળવાઈ રહે છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS