રાજકોટ જિલ્લામાં ચોમાસા પહેલા 300થી વધુ ચેકડેમ અને તળાવના કામ કરાશે

  • March 10, 2021 05:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોમાસાની આગાહી સીઝનમાં વરસાદી પાણીના એક એક ટીપાનો ઉપયોગ થઇ શકે એ માટે આગામી સમયમાં રાજકોટ જિલ્લાના 300થી વધુ ચેકડેમ અને તળાવ ઉતારવાથી માંડી તે રીપેર કરવા નવા બનાવવા જેવા કામો હાથ ધરવાનો નિર્ણય આજે સુજલામ સુફલામ યોજનાની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેકટર રમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં કરવામાં આવ્યો હતો.

 


ગુજરાતમાં સામાન્ય રીતે જૂન માસના અંતિમ ભાગમાં ચોમાસુ શરૂ થતું હોય છે એ પહેલાંના સમયગાળામાં એટલે કે 31 મે ને ટાર્ગેટ રાખીને માસ્ટર પ્લાન તૈયાર કરવાની સૂચના આ બેઠકમાં આપી દેવામાં આવી છે.

 


સરકારના પંચાયત સિંચાઇ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક પૂરી થયા બાદ કિસાન સંઘના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી અને કિસાન સંઘે આ બેઠકમાં 80 ચેકડેમ અને તળાવનું લિસ્ટ કલેકટર તંત્રને આપ્યુ હોવાનું જાણવા મળે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS