રાજકોટ જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોના પ્રમુખો કાલે ફાઇનલ થશે

  • March 12, 2021 10:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગરમાં મળનારી પ્રદેશ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠકમાં સવારે રાજકોટનો વારો



રાજકોટ જિલ્લા પંચાયત અને રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ તાલુકા પંચાયતોમાં નવા પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે કોની પસંદગી કરવી તેનો નિર્ણય આવતી કાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના બંગલે મળનારી પ્રદેશ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠકમાં લેવામાં આવશે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ગુજરાતની અનેક પંચાયતોના મામલે આવતીકાલે નિર્ણય લેવામાં આવશે અને તેમાં રાજકોટ નો વારો સવારે 10:30 વાગ્યા નો છે.

 

 

રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદના મામલે ભુપતભાઈ બોદર અને પી.જી. કિયાડાના નામ બોલાઇ રહ્યા છે. આવતીકાલે પ્રદેશ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠકમાં રાજકોટ જિલ્લા ભાજપ્ના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા મહામંત્રીઓ ધારાસભ્યો સંસદ સભ્યો રાજકોટ જિલ્લાના બંને કેબિનેટ મંત્રીઓ અને રાજકોટ જિલ્લામાં રહેતા પ્રદેશ ભાજપ્ના નેતાઓ હાજર રહેશે.

 


રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ત્રણ ત્રણ નામ ની પેનલ રજૂ કરવામાં આવી છે આમાંથી કોઈ એક અથવા તો પ્રદેશ નેતાગીરીએ જો યોગ્ય લાગે છે નામની પસંદગી કરશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS