રાજકોટ જિલ્લા પંચાયતનું 24.25 કરોડનું પુરાંતલક્ષી બજેટ સવર્નિુમતે પસાર

  • March 27, 2021 03:47 AM 

રાજકોટ જિલ્લા પંચાયતનું સન 2021-22નુ રૂપિયા 24.25 કરોડનું બજેટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભુપતભાઈ બોદરે રજુ કર્યું હતું અને સામાન્ય સભામાં આ પુરાંતલક્ષી બજેટ સવર્નિુમતે મંજૂર કરવામાં આવ્યું હતું નવનિયુક્ત સભ્યો માટેનું આ પ્રથમ બોર્ડ હતું અને તેમાં ગણતરીની મિનિટોમાં સવર્નિુમતે બજેટ પસાર કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના સિનિયર સભ્ય પ્રવીણભાઈ ક્યાડાએ આ પ્રકારના સુંદર બજેટ બદલ પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા.

 


પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ સ્થાનેથી બે ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા અને તે પણ સવર્નિુમતે મંજૂર રાખવામાં આવ્યા હતા સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી કરવાના થતા વિકાસના કામોની સૈદ્ધાંતિક મંજૂરી તથા વહીવટી મંજૂરીની સતા જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને આપવાનો નિર્ણય કરાયો હતો આ ઠરાવ રજૂ કરતા પ્રમુખ ભૂપતભાઇ બોદરે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતની સામાન્ય સભા દર ત્રણ મહિને મળે છે અને તેના કારણે વિકાસ કામોને મંજુરી આપવામાં વિલંબ થાય છે આ પરિસ્થિતિ નિવારવા જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને સત્તા આપવાનું નક્કી કરાયું છે.

 


આવો જ બીજો મહત્વનો ઠરાવ સિંચાઇ શાખાના પાંચ લાખ કે તેથી ઓછી રકમના કામના ટેન્ડર ન કરવા અને ગ્રામ પંચાયતોને આવા કામ સોંપવાનો નિર્ણય કરાયો હતો રાજકોટ જિલ્લા પંચાયતમાં અન્ય તમામ વિભાગમાં આ પ્રથા અમલમાં છે અને હવે સિંચાઈ વિભાગને પણ તેમાં સામેલ કરી દેવામાં આવેલ છે.

 


બજેટની સામાન્ય સભા પૂર્વે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયાએ નવા ચૂંટાયેલા સભ્યોનું સ્વાગત કર્યું હતું અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ અને ગોંડલીયા સહિતનાઓ હાજર રહ્યા હતા.


બજેટ હાઈટલાઈટ


- શ્રેષ્ઠ ગ્રામ પંચાયત પસંદગી સ્પધર્િ માટે 22 લાખની જોગવાઈ કરોલ છે
- ઉતમ તાલુકા પંચાયત પ્રોત્સાહન યોજના માટે પાંચ લાખની જોગવાઈ કરેલ છે
- વિકાસનાં કામો માટે 7 કરોડ 92 લાખની જોગવાઈ કરેલ છે
- પ્રા.શાળામાં શૈક્ષણિક સાધનો અને શાળા કમ્પાઉન્ડ વોલને રંગરોગાન માટે પાંચ લાખની જોગવાઈ કરેલ છે
- પ્રા.શાળામાં પીવાના પાણીની સુવિધા માટે સ્થાયી પ્રકારનો ખર્ચ માટે 10 લાખની જોગવાઈ કરેલ છે
- પ્રા.શાળા કમ્પાઉન્ડનાં દરવાજાથી શાળા સુધી પેવિંગ બ્લોક માટે 20 લાખની જોગવાઈ કરેલ છે
- પ્રા.શાળાની કિશોરીઓને સેનેટરી નેપકીન તથા તે અંગેની મશીનરી ખરીદવા 25 લાખની જોગવાઈ કરેલ છે
- નેત્રયજ્ઞ, સર્જિકલ કેમ્પ, ડાયાબિટીસ, લોહીની તપાસ માટેના જરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગિંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્યલક્ષી પ્રવૃતિ માટે પાંચ લાખની જોગવાઈ કરેલ છે
- હૃદય રોગ, કેન્સર, કિડની, થેલેસેમિયા, બ્રેઈન ઈન્જરી, બ્રેઈન ટયુમર અને પેરાલીસીસ માટે સામૂહિક રીતે સહાય માટેની પાંચ લાખની જોગવાઈ કરેલ છે
- આંગણવાડીના મકાન તેમજ સ્થાયી પ્રકારના મરામત ખર્ચ માટે (આંગણવાડી કમ્પાઉન્ડમાં પેવિંગ બ્લોક પાણીના કનેકશન વગેરે કામો) માટે 30 લાખની જોગવાઈ કરેલ છે
- મોડેલ આંગણવાડી બનાવવા તેમજ આનુષંગિક સ્થાયી પ્રકારના ખર્ચ માટે 15 લાખની જોગવાઈ કરેલ છે
- આંગણવાડીમાં રમત ગમતના સાધનો ખરીદવા માટે 12 લાખ જોગવાઈ કરેલ છે
- આંગણવાડી કેન્દ્ર તેમજ રંગકામ ભીત ચિત્રો તેમજ પૂર્વ પ્રાથમિક શિક્ષણના પેઈન્ટિંગ બનાવવા અંગેના ખર્ચ માટે 30 લાખની જોગવાઈ કરેલ છે
- જે આંગણવાડીમાં કમ્પાઉન્ડ વોલ હોય ત્યાં નવા દરવાજા બનાવવા તેમજ કમ્પાઉન્ડ વોલમાં કલર અને ચિત્ર અંગેના ખર્ચ માટે 24 લાખની જોગવાઈ કરેલ છે
- પાક નિદર્શન તથા વિષયક પ્રચારક હરિફાઈઓ અને ખેડૂત હેલ્પ સેન્ટર અંગે 3 લાખની જોગવાઈ કરેલ છે
- સામાજિક ન્યાય નિધિમાં તબદીલ કરવાની રકમ (તા.15-9-16ના ઠરાવ મુજબના કામો માટે) 65 લાખની જોગવાઈ કરેલ છે
- તળાવો અને બંધારાની નહેરો અને નહેરના દેખરેખનાં કામો માટે 50 લાખની જોગવાઈ કરેલ છે
- વરસાદી પાણીના સંગ્રહ માટેના ગ્રામ્ય કક્ષાના કામો માટે 25 લાખની જોગવાઈ કરેલ છે
- જિ.પં. દ્વારા બિન પરંપરાગત ઉર્જાનાં સાધનો માટે 15 લાખની જોગવાઈ કરેલ છે
- જિ.પં.દ્વારા સીસીટીવી (મરામત અને નવા) માટે પાંચ લાખની જાગેવાઈ કરેલ છે
- ઘન કચરાનાં નિકાલનાં યાંત્રિક સાધનો માટે પાંચ લાખની જોગવાઈ કરેલ છે
- જિલ્લા પંચાયત રાજકોટ હેઠળનાં વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહીદ થયેલા સૈનિકના પરિવારને ા.2 લાખ ચુકવવા 10 લાખની જોગવાઈ કરેલ છે
- જિલ્લા પંચાયત અન્ય ખર્ચ માટે 25 લાખની જોગવાઈ કરેલ છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS