રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ચૂંટાતા બોદર: ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી

  • March 17, 2021 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભુપતભાઈ અને ઉપપ્રમુખ તરીકે સવિતાબેન વાસાણી આજે સવર્નિુમતે ચૂંટાયા છે જિલ્લા કલેકટર રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં સવારે 11:00 વાગ્યે મળેલી સામાન્ય સભામાં રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ કીયાડાએ રાજકોટ જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભુપતભાઈ બોદરના નામની દરખાસ્ત મૂકી હતી કોંગ્રેસ તરફથી કોઈ નામની દરખાસ્ત આવી ન હતી માત્ર એક જ દરખાસ્ત હોવાના કારણે ભુપતભાઈ બોદરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

 


રાજકોટ જિલ્લા પંચાયતના નવા ઉપપ્રમુખ તરીકે સવિતાબેન વાસાણીના નામની દરખાસ્ત રાજકોટ જિલ્લા પંચાયતના લોધીકા બેઠકના સભ્ય મોહનભાઈ દાફડા દ્વારા કરવામાં આવી હતી. ઉપપ્રમુખ માટે પણ અન્ય કોઈ દાવેદારી ન હોવાના કારણે સવિતાબેન  વાસાણીને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા છે.

 


રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની રચના પણ આ બેઠકમાં કરવામાં આવી હતી હવે સમિતિની બેઠક અલગથી મળશે અને તેમાં ચેરમેન તરીકે સહદેવસિંહ જાડેજાને ચૂંટી કાઢવામાં આવશે તેમ જાણવા મળે છે રાજકોટ જિલ્લા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે વિરલ પ્નારા અને દંડક તરીકે અલ્પાબેન તોગડિયાને નિયુક્ત કરવામાં આવેલ છે.

 


31મા પ્રમુખ તરીકે ભુપતભાઈ બોદર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થતાં જ જિલ્લા પંચાયતમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો હતો ઢોલ નગારા સાથે ભુપતભાઈ બોદરના સમર્થકોએ આ ઉજવણી વધાવી લીધી હતી. સવારે સામાન્ય સભા પહેલા પ્રમુખની ચેમ્બરમાં ભુપતભાઇ બોદર અને તેના પત્નીએ પુજા કરી હતી. આજે યોજાયેલી ચૂંટણી બાદ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મનીષભાઈ ચાંગેલા મનસુખભાઈ રામાણી, ડોક્ટર ભરતભાઇ બોઘરા ડીકે. સખીયા વિજયભાઈ સખીયા અરવિંદભાઈ તાળા મનસુખભાઈ સરધારા ચંદુભાઈ શિંગાળા સહિતનાઓએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. જિલ્લા કલેકટર રેમ્યા મોહન અધ્યાસી અધિકારી તરીકે આ બેઠકમાં હાજર રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS