રાજકોટ જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયતમાં તા. 17ના પ્રમુખની ચૂંટણી

  • March 09, 2021 10:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તારીખ 13ના પ્રદેશ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠકમાં નામો ફાઇનલ થઇ જશે

 



રાજકોટ જિલ્લા પંચાયતમાં અને રાજકોટ જિલ્લામાં આવેલી 11 તાલુકા પંચાયતોમાં નવા પ્રમુખની ચુંટણી આગામી તારીખ 17 ના રોજ રાખવામાં આવશે રાજ્યના વિકાસ કમિશનર તરફથી આ અંગે નો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે અને હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એકાદ-બે દિવસમાં વિધિવત રીતે એજન્ડા બહાર પાડવામાં આવશે.
રાજકોટ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે પ્રબળ દાવેદારના લિસ્ટમાં સૌથી ઉપર ભુપતભાઈ બોદરનુ નામ બોલાઇ રહ્યું છે જોકે આ ઉપરાંત જેતપુર તાલુકાના થાણાગાલોળ બેઠકના ભાજપ્ના સભ્ય અને પૂર્વ પ્રમુખ પી.જી. કીયાડા નું નામ બોલાઇ રહ્યું છે.

 


પ્રમુખ ના નામો નક્કી કરવા માટે આગામી તારીખ 13 ના રોજ ભાજપ્ની પ્રદેશ પાલર્મિેન્ટરી બોર્ડની બેઠક મળનારી છે અને તેમાં જસદણ વિછીયા તાલુકામાં કેબિનેટ મંત્રી કુવરજીભાઈ બાવળિયાના ઉમેદવારોને કરાવવામાં ભાજપ્ના પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર ભરતભાઇ બોઘરાએ ભૂમિકા ભજવી હોવાના આક્ષેપો સાથે બઘડાટી બોલે એવું જણાઈ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS