રાજકોટ જિલ્લા સહકારી બેન્કની ૨૦ એપ્રિલે ચૂંટણી: સહકારી ક્ષેત્રમાં ગરમાવો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સહકારી ક્ષેત્રે માત્ર રાજકોટ કે ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન ધરાવતી રાજકોટ જિલ્લા સહકારી બેંકની ૧૭ ડાયરેક્ટરોની ચૂંટણી આગામી તારીખ ૨૦ એપ્રિલના રોજ યોજવામાં આવશે. તે માટેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરી દેવાયું છે. ચૂંટણી જાહેર થતાં જ સહકારીક્ષેત્રમાં ગરમાવો આવ્યો છે.રાજકોટ જિલ્લા સહકારી બેંક પર રાદડીયા પરિવારનું વર્ચસ્વ રહ્યું છે અને હાલ ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા આ બેંકના ચેરમેન છે.ખેતી વિષયક અને વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓની ૧૩,બીન ખેતી વિષયક શરાફી અને અન્ય મંડળીઓની ૨, માર્કેટિંગ અને પ્રોસેસીંગ મંડળીઓની એક, ઇત્તર મંડળીઓની એક મળી કુલ ૧૭ બેઠક માટે ચૂંટણી યોજાવાની હોવાથી આજે સવારે કામચલાવ મતદારયાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે . રાજકોટ તથા ધોરાજી ખાતે કલેકટર કચેરીમાં અને પ્રાંત અધિકારીની કચેરીમા અને બેંકમાં પ્રદર્શિત કરવામાં આવી છે.


તારીખ ૩૦ માર્ચ થી ૪ એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે અને આ માટેના ફોર્મ રાજકોટ શહેર પૂર્વ મામલતદાર કચેરીમાં મળી શકશે. ભરાયેલા ફોર્મ પણ ત્યાં જ પરત કરવાના રહેશે. તારીખ ૭ એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને માન્ય ઉમેદવારોની યાદી તે દિવસે જ જાહેર કરવામાં આવશે. તારીખ ૮ અને ૯ એપ્રિલના રોજ સવારે ૧૧ થી બપોરના ૩ વાગ્યા સુધીમાં ફોર્મ પાછા ખેંચી શકાશે. તારીખ ૯ એપ્રિલના ગુરુવારે સાંજે ૫:૦૦ હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ કરવામાં આવશે. જો ચૂંટણી જરૂરત ઊભી થશે તો તારીખ ૨૦ એપ્રિલના રોજ સવારે નવથી સાંજના ચાર વાગ્યા સુધી રાજકોટ ખાતે ચૌધરી હાઇસ્કુલમાં મતદાન કરાવવામાં આવશે.તારીખ ૨૧ એપ્રિલ ને મંગળવારે સવારે અગિયાર વાગ્યાથી ચૌધરી હાઇસ્કુલ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે અને પરિણામ જાહેર કરવામાં આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS