રાજકોટ : પુત્રવધૂએ વૃદ્ઘ સાસુને જીવતા સળગાવી દેવાનો કર્યો પ્રયાસ

  • March 10, 2021 02:52 PM 

રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે જેમાં પુત્રવધૂએ સાસુને જીવતા સળગાવી દેવાનો પ્રયાસ કર્યો છે. ઘટના બાદ વૃદ્ધાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે જ્યારે સાસુના નિવેદન પરથી પુત્રવધૂ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. 

 

 

ઘટના બની છે રાજકોટના જામનગર રોડ પર અહીં સાસુ-વહુ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી બાદ પુત્રવધૂએ સળગતો પ્રાઈમસ સાસુ પર ઘા કરી દીધો હતો. જેના કારણે વૃદ્ધાના કપડામાં આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં વૃદ્ધા દાઝી જતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

 

 

જાણવા મળતી માહિતી અનુસાર દેવુબેન નામના વૃદ્ધાને તેમની નાની વિધવા પુત્રવધૂએ સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. નાના દીકરાનું 2 વર્ષ પહેલા મોત નીપજ્યું હતું. ત્યારબાદથી વૃદ્ધા થોડા દિવસ પોતાના મોટા દીકરાને ત્યાં તો થોડા દિવસ નાની પુત્રવધૂ સાથે રહેતા હતા. નાની પુત્રવધૂ સાથે તેમને ઘણીવાર બોલાચાલી થતી. પરંતુ મંગળવારે આ ઝઘડો ઉગ્ર થઈ જતાં વૃદ્ધા તેમના મોટા દીકરાને ત્યાં આવી ગયા હતા. તે સમયે નાની પુત્રવધૂ પણ ઉશ્કેરાઈ જેઠને ત્યાં આવી અને બોલાચાલી થયા બાદ રસોડામાંથી સળગતો પ્રાઈમસ લઈ સાસુ પર ઘા કરી ત્યાંથી ફરાર થઈ હતી. આ ઘટનામાં વૃદ્ધાને બચાવવા જતાં મોટો પુત્ર પણ દાઝી ગયો હતો. હાલ બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS