રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના ૪૧ કેસ: હાલ સુધીના કુલ કેસ ૪૦૫૩૮

  • May 21, 2021 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બપોર સુધીમાં ૮૩૦૬ નાગરિકોને રસીકરણરાજકોટ શહેર વિસ્તારમાં આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોરોનાના ૪૧ પોઝિટિવ કેસ મળ્યા છે અને આ સાથે હાલ સુધીના કુલ કેસ ૪૦૫૩૮ થયા છે. આજે બપોર સુધીમાં ૮૩૦૬ નાગરિકોને વેકિસન આપવામાં આવ્યું હોવાનું મહાપાલિકાએ જાહેર કર્યું છે.

 


વધુમાં મહાપાલિકાના કોવિડ બૂલેટિન અનુસાર આજે બપોર સુધીમાં ૪૧ કેસ મળતા હાલ સુધીના કુલ કેસ ૪૦૫૩૮ થયા છે અને આજ સુધીમાં રિકવરી રેઈટ ૯૬.૪૩ ટકા રહ્યો છે. આજ સુધીમાં કુલ ૧૧,૧૧,૯૮૩ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામા આવ્યા છે જેમાંથી ૪૦,૫૩૮ પોઝિટવ આવ્યા છે અને પોઝિટિવિટી રેઈટ ૩.૬૪ ટકા રહ્યો છે. યારે ગઈકાલે તા.૨૦ના રોજ શહેરમાં ૩૮૧૦ નાગરિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી ૧૯૨ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. યારે ગઈકાલે ૨૨૪ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી.

 


સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરમાં આજે સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધીમાં ૧૮થી ૪૪ વર્ષની વયના ૭૦૦૬ નાગરિકો અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના કુલ ૧૩૦૦ સહિત ૮૩૦૬ નાગરિકોએ રસીકરણ કરાવ્યું હતું.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, મે મહિનાના પ્રારંભથી કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. એપ્રિલ મહિનાના અંતે દરરોજ ૮૦૦થી ૯૦૦ કેસ મળતા હતા ત્યારબાદ મે મહિનાના પ્રારંભથી દિવસેને દિવસે કેસમાં ઘટાડો થતો ગયો અને હાલ મે મહિનાના ૨૦ દિવસ વિત્યા બાદ હવે કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા ઘટીને ૨૦૦ની અંદર પહોંચી ગઈ છે. સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં બેડની પુરતી માત્રામાં ઉપલબ્ધી જોવા મળી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS