રાજકોટના મોતના આંકડા છુપાવતું તંત્ર : રાજ્યની યાદીમાં રાજકોટના આંકડા ગુમ

  • July 11, 2020 08:34 PM 3250 views

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ સાંજે 24 કલાકમાં રાજ્યભરમાં નોંધાયેલા નવા કેસ, દર્દીના ડીસ્ચાર્જ અને મોતના આંકડા દર્શાવતી યાદી બહાર પાડવામાં આવે છે. આ યાદીમાં અગાઉ પણ શરતચૂકથી રહી જતી ખામીઓ સામે આવી ચુકી છે તેવામાં છેલ્લા 2 દિવસથી વધુ એક વાર આવી ખામી રહી જાય છે. 

 

છેલ્લા 2 દિવસથી રાજ્યભરની વિગતો દર્શાવતી આ યાદીમાં રાજકોટમાં થતાં કોરોનાના દર્દીના મોતના આંકડાનો સમાવેશ કરવામાં આવતો નથી. 10 જુલાઈના રોજ રાજકોટમાં 2 દર્દીઓના મોત થયા હતા જ્યારે 11 જુલાઈના રોજ રાજકોટમાં 3 દર્દીના મૃત્યુ નોંધાયા હતા. પરંતુ આ બંને દિવસની રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની યાદીમાં રાજકોટના નામનો સમાવેશ કરવામાં આવેલ નથી. 

 

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 દિવસમાં 15થી વધુ મોત રાજકોટમાં નોંધાયા છે. આ 15 દર્દીમાં રાજકોટ શહેર અને ગ્રામ્યના દર્દીઓનો સમાવેશ થાય છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ આંકડાનો ઉલ્લેખ 9થી 11 જુલાઈની સરકારી યાદીમાં કરવામાં આવ્યો નથી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application