રાજકોટમાં વધુ એક કોરોનાનો કેસ, 40 વર્ષના યુવાનને લાગ્યો ચેપ : કુલ 4 કેસ

  • March 25, 2020 06:23 PM 5786 views

 

ગઈ કાલે બે કેસ બાદ આજે વધુ એક કેસ રાજકોટમાં કોરોનાનો વધ્યો છે. આજે એક 40 વર્ષના યુવાનને કોરોનાનો ચેપ લાગ્યાનું સ્પષ્ટ થયું છે. કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધતા હવે રાજકોટમાં કુલ 4 દર્દી કોરોનાના પોઝિટિવ છે જે સારવાર હેઠળ છે. આ સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા પણ વધી ચુકી છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 39 થઈ છે. 

 

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ગઈ કાલે  જાગનાથમાં રહેતા વિમળા કાનાબાર નામના વૃદ્ધાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો તેમના જ પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાંથી અત્યાર સુધીમાં 68ના સેમ્પલ લેવાયા હતા જેમાંથી 4 પોઝિટીવ અને 40 નેગેટિવ છે જ્યારે હજુ  6નો રિપોર્ટ આવવાનો બાકી છે. આ સિવાય 662  લોકો ઓબ્ઝેર્વેશન હેઠળ છે.