રાજકોટની એઇમ્સ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. કોંગ્રેસ દ્વારા હોસ્પિટલમાં ભાજપ હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. કોંગ્રેસે આરોપ મુક્યો છે કે, બાંધકામમાં ભ્રષ્ટાચાર, ભરતીમાં લાગવગશાહી, લોકાર્પણના 4 વર્ષ બાદ પણ સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ શરૂ ન થઈ નથી. તેમજ જાતીય સતામણીના આક્ષેપો પણ કર્યા છે. હોસ્પિટલમાં ઈમરજન્સી અને ઓપીડીથી દૂર પાર્કિંગ, દર્દીઓના સગા માટે રહેવાની કે ભોજનની કોઈ જ સુવિધા નથી તેવું જણાવ્યું છે.
કોંગ્રેસે એઇમ્સ હોસ્પિટલમાં ફાયર NOC અને બિલ્ડીંગ યુઝ પરમિશન ન હોવાનો આક્ષેપ કર્યો છે. આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના વાઈસ પ્રેસિડેન્ટ ગાયત્રીબા વાઘેલાની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો એઇમ્સ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે જ હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ગોવર્ધન દત્ત પુરીને 17 મુદ્દાઓ સાથેની લેખિત રજૂઆત કરી હતી.
રજૂઆતમાં જણાવ્યું છે કે, રાજકોટ એઈમ્સ હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને ગુજરાતની જનતા માટે આશીર્વાદરૂપ છે, પરંતુ રાજકીય લાભ ખાટવા ઉતાવળે શરૂ કરવામાં આવેલી એઈમ્સ હોસ્પિટલમાં બાંધકામથી માંડીને વહીવટી કામગીરી સુધીની અનેક ખામીઓ છે. દેશના વડાપ્રધાને જે ખૂબ જ ઉપયોગી પ્રજાલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું છે તે કેન્દ્રની અમલદારશાહી વ્યવસ્થાને કારણે આગામી પાંચ વર્ષ સુધી સંપૂર્ણ સાકાર થઈ શકે તેમ નથી.
જેના કારણે સૌરાષ્ટ્રના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને હજુ પણ સુવિધાઓ માટે રાહ જોવી પડી રહી છે. અધૂરા બાંધકામ અને અધૂરી સુવિધાઓ સાથે શરૂ થયેલા આ પ્રોજેક્ટના નિર્માણમાં ટેન્ડરની શરતો મુજબના સમયગાળામાં જ ભ્રષ્ટાચાર, નબળી ગુણવત્તા અને કામ પૂર્ણ ન થવાના કારણે પણ અનેક ફરિયાદો ઉઠવા પામી છે.
એઇમ્સ હોસ્પિટલના વહીવટમાં ભ્રષ્ટાચાર અને પરિવારવાદ, મહિલાઓની પજવણી અને ભરતીમાં ભ્રષ્ટાચારની ફરિયાદો પણ ઉઠી છે, જે માટે આ હોસ્પિટલની કાર્યપદ્ધતિ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. નીચે મુજબના મુદ્દાઓ આપના ધ્યાન પર લાવી યોગ્ય કાર્યવાહી કરી અમને જે કાર્યવાહી કરવામાં આવી છે તેની જાણ કરવા અમારી વિનંતી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: રોમાંચક મુકાબલામાં રાજસ્થાનને 11 રને હરાવ્યું, છેલ્લી ઓવરમાં હેઝલવુડે પલ્ટી બાજી
April 24, 2025 11:53 PMરશિયાનો કીવ પર ભીષણ હુમલો, 8ના મોત, 70થી વધુ ઘાયલ
April 24, 2025 11:48 PMભારતની કાર્યવાહી બાદ પાકિસ્તાને એરસ્પેસ-વેપાર પર લગાવી રોક
April 24, 2025 07:08 PMકલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
April 24, 2025 06:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech