રાજકોટ : બે વિઘાની પડતર જમીનમાં વર્ગ-૪ના કર્મચારીઓએ ૩૫૦૦ વૃક્ષો વાવ્યા, એક વર્ષમાં ફળઝાડ ૧૦થી ૧૫ ફૂટના થઈ જતા અનેક પક્ષીઓને મળ્યો આશરો

  • June 04, 2021 06:49 PM 

તા.૫મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પાણી પુરવઠા બોર્ડના કર્મયોગીઓએ પર્યાવરણના જતન માટેનું સામાજીક ઉત્તરદાયિત્વ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યુ છે. કોરોના કાળમાં રાજકોટના વર્ગ-૪ના ચાર કર્મચારીઓએ વૃક્ષો દ્વારા અપાતા પ્રાણવાયુનું મહત્વ સમજી બે વિઘાની પડતર જમીનમાં ૩૫૦૦ દેશી વૃક્ષોને જીવની જેમ ઉછેરી જતન કરતાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર પાસે આવેલી પાણી પુરવઠા બોર્ડની જલભવનની કચેરી હરિયાળી થઈ ગઇ છે.

ગયા વર્ષમાં કોરોના કાળના પ્રારંભે જલ ભવન હસ્તકની પડતર જમીનનો પર્યાવરણના ઉમદા હેતુ માટે ઉપયોગ કરી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે આ વૃક્ષોને રોજના જતન- ઉછેરનો, પાણી પાવાનો, માલ ઢોરથી રક્ષણ આપવાનો અને ઝાડના મૂળ આસપાસમાંથી નીંદણ કાઢીને નિયમિત કામગીરી કરવાનો પડકાર આવ્યો.


આ પડકાર ચોથા વર્ગના ત્રણ ચાર કર્મચારીઓએ ઝીલી લીધો અને ખંતથી કચેરીના કામકાજની સાથે સાથે વિશેષ સમય ફાળવીને આ તમામ ઝાડ ઉછેરવાનું બીડું ઝડપી લીધું.

એક વર્ષમાં આ તમામ ઝાડ ૧૦થી ૧૫ ફૂટના થઈ ગયા છે અને જલ ભવનની  પડતર જમીન હરિયાળી બની ગઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS