રાજકોટ શહેરના પ્રથમ કોરોનાગ્રસ્ત દર્દીને રોગ મુક્ત કરતા આરોગ્ય અને વહીવટી તંત્રની સેવા સુશ્રુષા રંગ લાવી

  • October 28, 2020 11:34 AM 

રાજકોટ શહેરના કોરોનાગ્રસ્ત રોગના પ્રથમ દર્દી ને તારીખ ૧૭મી માર્ચ ના રોજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમનો તા ૧૯ મી માર્ચ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ આજ તા.૦૨/૦૪/૨૦૨૦ની સવાર સુધી આઇસોલેશન વોર્ડમાં આરોગ્ય વિભાગના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફે દર્દીની સેવામાં ખડે પગે સતત ૧૪ દિવસની સઘન સારવાર કરતા રહ્યા. સાથો સાથ જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહન, પ્રાંત અધિકારીશ્રી સિદ્ધાર્થ ગઢવી, મેડિકલ કોલેજના ડીન ડો.ગૌરવી ધુર્વ, સિવિલ હોસ્પીટલના અધિક્ષક ડો.મનીષ મહેતા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરી, મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી ડો.મનીષ ચુનારા વગેરેની સેવા સુશ્રુષા રંગ લાવી  અને આ દર્દી સંપૂર્ણ સ્વસ્થ થતા આજે સવારે તેમને હોસ્પિટલમાંથી ઘરે જવાની રજા આપવામાં આવી છે. જેનું સફળ પરિણામ આપણી નજર સામે છે. 


આ કોરોના વાયરસ ના દર્દીની માનસિક સ્થિતિ ભાંગી ન પડે, તે સ્વસ્થ અને રોગ મુક્ત બને તે માટે આઇસોલેશન વોર્ડના નોડલ ઓફિસર ડો.આરતીબેન ત્રિવેદી ઉપરાંત ડો.પંકજ પાટીલ, ડો. કુણાલ પારવાણી, ડો.વિશાલ ચૌધરી, મીલન છોડવાડિયા, નવીન ગોંડા, તુષ્ટિ પાંચાણી, ઇશિતા મહેતા, પૂર્વા શુક્લ, દિવ્યેશ પટેલ, ડો.જયેશ પટેલ જયારે આઇસોલેશન વોર્ડના નર્સીંગ સ્ટાફ શ્રી દક્ષાબેન બગથરીયા, મીનાબેન રામાનુજ, દર્શનાબેન શિશાંગીયા, નિશાંત ખંધાર, જીગ્નેશ મહેતા, શાજીદા મહિડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રોગગ્રસ્ત દર્દીના પરિવારજનોને પણ કોરોન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવેલા હતા તેમની સાર સંભાળ માટે આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્રના અધીકારીઓ, કર્મચારીઓ એ જહેમત ઉઠાવી હતી. આ તમામ ટીમના સૌ સભ્યોને સલામ.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS