રાજકોટ ભાજપના કોર્પોરેટરોએ માનદ વેતન મુખ્યમંત્રી રાહત ફંડમાં કર્યું અર્પણ

  • March 26, 2020 10:07 AM 323 views

મેયર-શહેર ભાજપ પ્રમુખએ લીધો નિર્ણય

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમણને ટાળવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્ય સરકાર દિવસ-રાત પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે રાજકોટ મહાપાલિકાના ભાજપના કોર્પોરેટરોએ તેમનું એક માસનું માનદવેતન મુખ્યમંત્રી રાહત રાહત ફંડમાં અર્પણ કરવા નિર્ણય લીધો હોવાનું જાણવા મળે છે.

વિશેષમાં આ અંગે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના તમામ ૪૦ કોર્પોરેટરો તેમનું ચાલુ માર્ચ મહિનાનું વેતન મુખ્યમંત્રી રાહત ફંડ માં અર્પણ કરશે અંદાજે આ રકમ રૂ.૬ લાખ જેટલી થશે.