રાજકોટ ,ભાવનગર, કચ્છમાં આજે પણ હિટવેવ : માથું ફાડી નાખે એવી ગરમી

  • March 30, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે પરંતુ ગરમીમાં સામાન્ય રાહત મળશે



ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા એકાદ સપ્તાહથી ગરમીનું મોજું ફરી વળ્યું છે. દીવ પોરબંદર ગીર સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયા બાદ ધીમે ધીમે મહત્તમ તાપમાનનો પારો નીચે ઊતરી રહ્યો છે આવતીકાલથી મહત્તમ તાપમાનમાં ઘટાડાનો સિલસિલો સારું થઈ જશે પરંતુ ગરમીમાં સામાન્ય રાહત મળશે તેમ હવામાન ખાતાના જાણકારો કહીં રહ્યા છે.

 


હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે પણ રાજકોટ ભાવનગર અને કચ્છ જીલ્લા માટે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. ગઈકાલે અમરેલી કંડલા સુરેન્દ્રનગર રાજકોટ ગાંધીનગર અમદાવાદ ડીસા અને વડોદરા માં મહત્તમ તાપમાનનો પારો 40 ડીગ્રીને પાર કરી ગયો છે. ગઈકાલે સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન અમરેલીમાં 41.4, સુરેન્દ્રનગરમાં 41.3 અને રાજકોટમાં 41 ડિગ્રી નોંધાયું હતું.

 


બંગાળની ખાડીમાં લો પ્રેસર : ભારે વરસાદની ચેતવણી
બંગાળની ખાડીમાં સાઉથ ઈસ્ટ દિશામાં જોરદાર લો પ્રેસર સર્જાયું છે અને તે આગામી 24 કલાકમાં માર્ક લો પ્રેશર માં ફેરવાઈ જશે આ સિસ્ટમના કારણે આંદામાનમા ભારેથી અતિભારે વરસાદની શક્યતા દશર્વિવામાં આવી છે માછીમારોને આજે અને આવતી કાલે બે દિવસ માટે બંગાળની ખાડીમાં ન જવા માટે ચેતવણી આપવામાં આવી છે.

 

પશ્ચિમ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં હીટવેવની ચેતવણી
પશ્ચિમ રાજસ્થાન મધ્યપ્રદેશ અને વિદર્ભમાં હીટવેવની ચેતવણી હવામાનખાતાએ આપી છે હવામાન ખાતાના જણાવ્યા મુજબ રાજસ્થાન હરિયાણા પંજાબ દિલ્હી અને ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોમાં ધુળની આંધી ઊઠે તેવી શક્યતા છે.


સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છવાયું ધૂમ્મસ

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે સવારે ભેજનું પ્રમાણ એકાએક જોરદાર રીતે વધી જવા પામ્યું છે અને તેના કારણે ધુમ્મસ જોવા મળ્યું હતું દરિયાકાંઠાના વિસ્તારોમાં ધુમ્મસ ની અસર વધુ જોવા મળી હતી.

 


હવામાન ખાતાના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ કેશોદ અને કંડલામાં 93 પોરબંદરમાં 98 વેરાવળમાં 85 ઓખામાં 90 ભુજમાં 87 નલિયામાં 85 દીવમાં 96 વલસાડમાં 86 અને રાજકોટમાં 71 ટકા ભેજ નોંધાયો છે.

 


સવારે ભેજવાળા વાતાવરણના કારણે ગરમીની સાથે સાથે બફારો પણ અનુભવાયો હતો પવનની ગતિ સાવ સામાન્ય હોવાના કારણે બફારાનું પ્રમાણ વધુ રહેવા પામ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS