રાજકોટના લોકોનું જનતા કર્ફ્યૂને 100 ટકા સમર્થન, કોરોના સામે લડવા રાજકોટ સજ્જ : pics

  • March 22, 2020 11:54 AM 1656 views

 

કોરોના વાઈરસને લઈને આજે જનતા કર્ફ્યુ માટે વડાપ્રધાનએ અપીલ કરી હતી. આ અપીલને રાજકોટના લોકોએ 100 ટકા સમર્થન આપ્યું છે. સામાન્ય રીતે રવિવારએ ધમધમતું રાજકોટ સવારથી જ શાંત રહ્યું છે. પોલીસ પણ રાજમાર્ગો પર ખડેપગે તૈનાત જોવા મળી હતી. રાજકોટના મુખ્ય માર્ગોથી લઈ શેરી, ગલીઓ પણ સૂમસાન જોવા મળી હતી. સવારથી જ યાજ્ઞિક રોડ, કોટેચા ચોક, કેકેવી સર્કલ સહિતના વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા.