ઘરમાં રેજો રાજકોટ:આવતીકાલે જનતા કર્ફયુ પૂર્વે આજથી જ સ્વૈચ્છિક બંધ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલે દેશની સાથે સાથે રાજકોટમાં પણ જનતા કરફ્યુ રહેવાનો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રજોગા પ્રવચનમાં લોકોને રવિવારે જનતા કરફ્યુનો અમલ કરવા અને કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા અપીલ કરી હતી અને આ અપીલને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. મોટાભાગના રાજકોટવાસીઓએ જનતા કરફ્યુમાં જોડાવાનું નક્કી કરી નાખ્યું છે. જનતા કરફ્યુનું એલાન વડાપ્રધાને કર્યું છે અને તેમાં કોઈ રાજકીય કારણ નથી એટલે તેનો કોઈ વિરોધ પણ નથી દેખાતો અને લોકો સ્વેચ્છાએ આ બંધમાં જોડાવા તૈયાર થઇ ગયા છે. 
જનતા કરફ્યુ એટલે ઘરબંધી હોવાથી પરિવારજનોને એકબીજા સાથે રહેવાની તક મળશે તેવું પણ ઘણા લોકો કહી રહ્યા છે. સામાન્ય રીતે રવિવારે રજા હોવાથી લોકો બહાર ફરવા જવાનો કે હોટેલમાં જમવા જવાનો પ્રોગ્રામ ઘડતા હોય છે પણ અત્યારની સ્થિતિમાં ઘરની બહાર નીકળવું જોખમી હોવાથી આવા પ્રોગ્રામ ઘડાયા નથી. 


જનતા કરફ્યુમાં જોડાવા માટે ઠેર ઠેર અપીલ પણ થઇ રહી છે અને લોકોનો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.જો કે, આ બંધ એક દિવસ પૂરતું જ છે પરંતુ ભવિષ્યમાં વધુ દિવસ બંધ રહે તો તેવું વિચારીને લોકોએ પેનિક બાઇંગ શરુ કર્યું છે અને આજે અનાજ-કરિયાણાની દુકાનો ઉપર અને દાણાપીઠમાં ભીડ જોવા મળી હતી. કાલે જનતા કર્ફયુ છે પણ શહેરમાં આજથી જ બંધની અસર જોવા મળી રહી છે. મુખ્ય મુખ્ય બજાર બંધ થઇ ગઈ છે અને લોકોએ પણ કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું છે.૨ાજકોટ સહિત ૨ાજયની આ૨ટીઓ કચે૨ીમાં  કો૨ોના વાય૨સની ઉભી થયેલી પિ૨સ્થિતીને ધ્યાનમાં ૨ાખી અ૨જદા૨ોએ લોન કેન્સલેશન, ડુપ્લીકેટ આ૨સી, સ્ક્રિન ૨ીપોર્ટ, ટેક્ષ્ા ભ૨પાઈ વગે૨ે લાયસન્સ સબંધી સેવાઓ જેવી કે, લાયસન્સ ૨ીન્યુ, ડુપ્લીકેટ લાયસન્સ, લાયસન્સ ૨ીપ્લેશમેન્ટ તથા અન્ય સેવાઓ છે તે ઓનલાઈન (ફેશલેસ)સેવા હેઠળ ક૨વા માટે જણાવાયું છે. 
આ ઉપ૨ાંત વાહનની ટેસ્ટ ડ્રાઈવ પણ તા.૨૯ માર્ચ સુધી બંધ ક૨વાનો નિર્ણય ક૨વામાં આવ્યો છે. 


આવતીકાલે સિટીબસ અને બીઆરટીએસ સેવા બંધ: મ્યુનિ. કમિશનર દ્વારા સત્તાવાર જાહેરાત રાજકોટ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત સિટી બસ સેવા અને બીઆરટીએસ બસ સેવા આવતીકાલે જનતા કરફ્યુ નિમિત્તે બંધ રહેશે જેની શહેરીજનોને નોંધ લેવા વિનંતી કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે.ડા કચેરી આજથી લોકડાઉન: તા.૨૯ માર્ચ સુધી પ્રવેશબંધી: અરજન્ટ કામ હોય તો ઇમેઈલ કે ફોન કરવા અનુરોધ રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની કચેરી અને આજથી લોકડાઉન જાહેર કરી દેવામાં આવી છે આગામી તા.૨૯ માર્ચ સુધી અરજદારોને કચેરીમાં પ્રવેશબંધી રહેશે.
વધુમાં રૂડા ચેરમેન ભૂત અગ્રવાલે જણાવ્યું હતું કે રૂડા કચેરીના સંકુલમાં મુલાકાતીઓ અરજદારો માટે પ્રવેશ બંધ રહેશે તેમ જ કચેરીની કેશ બારી પણ બંધ રાખવામાં આવશે.જો કોઈને અર્જન્ટ કામકાજ હોય તો તેઓ કચેરીના ટેલિફોન નંબર અથવા ઈમેઇલ ઉપર સંપર્ક કરી શકશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS