આંગણવાડીઓના બિલ્ડિંગ હવે માલિકીના બનાવાશે: કોમ્યુનિટી હોલ એસી કરાશે

  • March 15, 2021 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂ.રણછોડદાસબાપુ કોમ્યુનિટિ હોલ વાતાનુકુલિત બનાવાશે: 69 આંગણવાડીઓ માટે જમીન મેળવી માલિકીના બિલ્ડિંગ બનાવાશે

 


રાજકોટ શહેરમાં કાર્યરત 69 જેટલી આંગણવાડીઓ હાલ ભાડાના મકાનમાં બેસે છે તે તમામ માટે જમીન મેળવવાની કાર્યવાહી કરી, માલિકીની જમીનમાં મહાપાલિકા તંત્ર હવે પોતાની માલિકીના બિલ્ડિંગ બનાવશે. આ ઉપરાંત વિવિધ કોમ્યુનિટી હોલ એરક્ધડીશન બનાવવા માટે કાર્યવાહી કરાશે જેમાં વોર્ડ નં.17માં પારડી રોડ પર આવેલા રણછોડદાસબાપુ કોમ્યુનિટી હોલને સેન્ટ્રલી એસી બનાવાશે. જો કે, શહેરના અનેક કોમ્યુનિટિહોલ એસી બનાવવાની જર છે પરંતુ બજેટમાં ફક્ત એક જ હોલ દશર્વિાયો છે ત્યારે શાસકો આ જોગવાઈમાં સુધારો કરીને વધુ હોલ એસી હોલ બનાવવા સુચવે જેવું જણાઈ રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS