રાજકોટ : મવડી વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટમાં 12મા માળે રહેતા વૃદ્ધ દંપતીએ કર્યો આપઘાત

  • September 02, 2021 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટમાં વૃદ્ધ દંપતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરતાં ભારે ચકચાર મચી છે. જાણવા મળતી માહિતી અનુસાર ક્રિસ્ટલ હેવન એપાર્ટમેન્ટના 12માં માળે રહેતા દંપતિએ અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. દંપતીએ સજોડે ફ્લેટમાં આપઘાત કર્યો હતો. આ અંગે મૃતદેહને કબજે કરી તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. 

પત્ની સાથે આત્મહત્યા કરનાર વૃદ્ઘ રાજકોટ શહેરમાં જ રેડીમેડ કપડાનો શો રૂમ ધરાવતા વેપારી હતી. અચાનક તેમણે પત્ની સાથે  આપઘાત કરી લેતાં વેપારી આલમમાં પણ શોકનું મોજું ફરીવળ્યું હતું. જો કે હજુ સુધી દંપતિના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS