રાજકોટ : ત્રિમંદિર પાસેથી ત્રણ કરોડનો બાયોડિઝલનો જથ્થો ઝડપાયો, બે શખ્સ પોલીસ સંકજામાં

  • September 16, 2023 03:51 PM 


રાજકોટ શહેરના કુવાડવા રોડ પર ક્રાઈમ બ્રાન્ચે દરોડા પાડી ત્રણ કરોડના બાયોડીઝલના જથ્થા સાથે બે વ્યક્તિને ઝડપી પાડ્યા છે.    


બનાવની વિગત અનુસાર, રાજકોટના કુવાડવા રોડ પર ત્રિમંદિર પાસે ક્રાઈમ બ્રાન્ચના પીઆઈને માહિતી મળી હતી કે, બાયોડીઝલનું યુનિટ અહીંયા ધમધમી રહ્યું છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગત રાત્રે દરોડા પાડ્યા હતા. પોલીસે ત્યાં ફેક્ટરીમાં તપાસ કરી તો છ ભો ટાંકા અને બે મોબાઇલ ટાંકા મળી આવ્યા હતા. તેમાંથી દોઢ લાખ લીટરથી વધુ બાયોડીઝલ મળી આવ્યું હતું. આ સાથે ત્યાં હાજર કામગીરી કરનાર દીપેશ મહેતા અને રાજેશ ચાવડાને પણ પોલીસે સંકજામાં લીધા હતા. જ્યારે કે દરોડા પહેલા જ ભરત વશરામ રામાણી, હિતેષ ડોબરિયા, નારાયણ ખખ્ખર અને આશિષ ડાંગર નાસી ગયા હતા. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, અહીંયા છેલ્લા છ મહિનાથી બાયોડીઝલનો ગેરકાયદે કારોબાર થઈ રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application