રાજકોટનું એરપોર્ટ અનલોક: દરરોજ 7 ફલાઈટ ટેક ઓફ થશે

  • February 25, 2021 03:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના પૂર્વે મુંબઈ અને દિલ્હીની એક કે બે ફલાઈટ માત્ર ઉડાન ભરતી અને હવે
કોરોના કાળ રાજકોટ એરપોર્ટને ફળ્યો: દિલ્હી, મુંબઈની 3 ફલાઈટ, હૈદરાબાદ, બેંગ્લોર માટે એર કનેક્ટિવિટી મળી: ટૂંક સમયમાં ગોવાની સીધી ફલાઈટ પણ શ થાય તેવી સંભાવના


કોરોના અને લોકડાઉન રાજકોટ એરપોર્ટ માટે મહત્વપૂર્ણ સાબીત થયું છે. અગાઉ રાજકોટથી મુંબઈ અને દિલ્હી માટેની એક-એક ફલાઈટ સાથે કુલ બે ફલાઈટ જ ઉડાન ભરતી હતી. ત્યારબાદ હવે રાજકોટ એરપોર્ટ ફૂલ ફલેશમાં અનલોક થયું છે અને ગુજરાતના ચોથા નંબરના આ એરપોર્ટથી એક દિવસમાં સાત-સાત ફલાઈટની એર કનેક્ટિવિટી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છને મળશે જેના લીધે ઈન્ડસ્ટ્રીઝને ફાયદો થશે.

 


મુંબઈ અને દિલ્હીની બે જ ફલાઈટ રાજકોટથી ઉડાન ભરતી હતી જેના સ્થાને હવે દિલ્હી-મુંબઈ માટે બે-બે ફલાઈટ ઉપરાંત દેશના મેટ્રો શહેરોની કનેક્ટિવિટી અલગ-અલગ એરલાઈન્સ કંપ્નીઓને રાજકોટમાં ફાળવતા ખાસ કરીને ઉદ્યોગકારો માટે મોટી રાહત થઈ છે. અત્યાર સુધી વ્યવસાયના કામ માટે હૈદરાબાદ, બેંગ્લોર કે અન્ય શહેરોમાં જવા માટે અમદાવાદ સુધી ધકકો થતો અને સમય પણ વેડફાતો જેની સામે હવે એક જ દિવસમાં મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર એમ ચાર શહેરો સાથે એ કનેક્ટિવિટી મળી છે હજુ પણ આગામી દિવસોમાં ગોવા, ઉદેપુર માટેના ટ શ થાય તેવી પ્રબળ સંભાવનાઓ વધી છે.

 


રાજકોટ ખાતે ઈન્ટરનેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે જેને હજુ થોડો સમય લાગશે. અત્યાર સુધી એટલે કે કોરોના પૂર્વે રાજકોટથી ફલાઈટમાં મુસાફરી કરનારનો વર્ગ વધુ હતો તેમ છતાં એકલ-દોકલ ફલાઈટની સુવિધા અહીંથી મળતી હતી. અન્ય શહેરો કે ઈન્ટરનેશનલ કનેકશન માટે અમદાવાદ, મુંબઈ સુધી લોકોને લંબાવવું પડતું હતું જેમાં હવે ધીમે ધીમે રાહત મળી રહી છે.

 

ટૂંક સમયમાં સીધી ગોવાની ફલાઈટ શરૂ થાય તેવી સંભાવના
ગોવા જનારા લોકો માટે ગૂડ ન્યૂઝ છે કે રાજકોટથી ટૂંક સમયમાં સીધી ગોવાની ફલાઈટ શરૂ થાય તેવા અેંધાણ જોવા મળી રહ્યા છે. એરપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ સ્પાઈસ જેટ દ્વારા સીધી ગોવાની ફલાઈટ માર્ચ મહિનાથી શ કરાય તેવી પ્રપોઝલ મુકવામાં આવી છે. જો કે જાણકારો એવું પણ જણાવે છે કે, બેંગ્લોર અથવા હૈદરાબાદની જે ફલાઈટ શ કરવામાં આવશે તેમાં એક ફલાઈટને ગોવા સાથે કનેકશન અપાય તેવા નિર્દેશો છે.

 

એર ટ્રાફિક વધતા એરપોર્ટ પરની સુવિધાઓમાં પણ વધારો: એરપોર્ટ ડાયરેકટર
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી એર ટ્રાફિક વધતા એરપોર્ટ ઓથોરિટીની પણ એક આ સફળતા ગણી શકાય. આ અંગે એરપોર્ટ ડિરેકટર દિગંત બોરાહએ જણાવ્યું હતું કે, ગઈકાલથી બેંગ્લોરની હવાઈ સેવા નિયમિત રીતે શ થઈ છે. એર ઈન્ડિયા, સ્પાઈસ જેટ ઉપરાંત ટૂંક સમયમાં ઈન્ડિગો પણ પોતાની ફલાઈટ શ કરવા જઈ રહી છે. છેલ્લા થોડા સમયથી એર ટ્રાફિક વધતા રાજકોટ એરપોર્ટના ટર્મિનલનું બિલ્ડિંગ પણ મોટું કરવામાં આવશે.


એરક્રાફટની અછતના લીધે હૈદરાબાદની ફલાઈટ 7 માર્ચથી શરૂ થશે
સ્પાઈસ જેટ દ્વારા 1લી માર્ચથી રાજકોટથી સીધી એર કનેક્ટિવિટીમાં હૈદરાબાદ શ કરવાની જાહેરાત કરી હતી જેમાં ગઈકાલે શેડયુઅલમાં ફેરફાર કરાયો છે. 1લીના બદલે હવે 7 માર્ચથી હૈદરાબાદ માટેની રેગ્યુલર ફલાઈટ શ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલથી બેંગ્લોરની ફલાઈટ શ થઈ હતી જેમાં પ્રથમ દિવસે જ આવન અને જાવનમાં 122 અને 123 પેસેન્જર્સ નોંધાયા હતા. આ ટની ફલાઈટએ રાજકોટમાં લેન્ડ કરતાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા વોટર સેલ્યુએટ કરવામાં આવ્યું હતું.

 

કાર્ગો સર્વિસ પણ શરૂ થશે, બિઝનેસમેન અને ટૂરિસ્ટોને સીધી એર કનેક્ટિવિટી મળી: પાર્થ ગણાત્રા
ઉદ્યોગકારો દ્વારા પ્રબળ માગણી કરવામાં આવી હતી કે જો રાજકોટ એરપોર્ટ પરથી કાર્ગો સર્વિસ શરૂ થઈ જાય તો ઈન્ડસ્ટ્રીઝને મોટો ફાયદો થાય તેમ છે. આ અંગે રાજકોટના અલગ-અલગ ઔદ્યોગિક એકમો દ્વારા પણ સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારિયાને કાર્ગો સર્વિસ શ કરવા માટે પ્રબળ રજૂઆતો કરવામાં આવી હતી. તાજેતરમાં ઉદ્યોગકારો, એડવાઈઝરી કમિટી અને એરપોર્ટ ઓથોરિટી વચ્ચે પણ આ બાબતે મિટિંગ યોજાઈ હતી અને જેમાં ટૂંક સમયમાં રાજકોટથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે માલ મોકલવા માટે કાર્ગો સર્વિસ શ થઈ જશે. આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના વાઈસ પ્રેસિડેન્ટ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર બિઝનેસ હબ બની રહ્યું છે. ખાસ કરીને મોરબી, જામનગર ઈન્ડસ્ટ્રીઝ સિટી છે આથી રાજકોટ સાથે એર કનેક્ટિવિટી મોટા શહેરો સાથે હોય તો ફાયદો રહે. આ ઉપરાંત હવે ગીર-સોમનાથ, સાસણ, જૂનાગઢ વગેરે ટૂરિઝમ પોઈન્ટ તરીકે ઉભરી રહ્યા છે ત્યારે દેશ-વિદેશમાંથી આવતા ટૂરિસ્ટોને પણ રાજકોટ સાથે સીધી એર કનેક્ટિવિટી મળી શકે.


કોલકતા, ઈન્દોર, રાંચી માટે હવાઈ સેવા શરૂ કરવા ઉદ્યોગકારોની માગણી
મુંબઈ અને દિલ્હીની નિયમિત હવાઈ સેવા બાદ બેંગ્લોર અને હૈદરાબાદની ફલાઈટ શ થયા બાદ હવે ઉદ્યોગકારોએ કોલકતા, નાગપુર, ઈન્દોર, રાંચી માટે પણ અઠવાડિયામાં બે દિવસ હવાઈ સેવા શ કરવા માટે રજૂઆત કરી છે. તેઓ જણાવે છે કે, કોલકતા અને રાજકોટને રોજિંદી હવા સેવા મળે તો પૂર્વ ભારત સાથે વેપાર કરતાં વેપારીઓ અને ઉદ્યોગકારોને સરળતા રહેશે અને વેપાર વૃધ્ધિ પણ થશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS