રાજકોટમાં બનવા જઈ રહેલી એઈમ્સના સદસ્યોની કરવામાં આવી નિમણૂક

  • August 08, 2020 05:55 PM 787 views

દેશમાં કોઈ વ્યક્તિને જો કોઈ ગંભીર કે રેર બિમારી હોય તો તેને એઈમ્સમાં ખસેડવામાં આવતી. ગુજરાતના લોકોએ પણ મુંબઈ કે દિલ્હી જેવા મહાનગરોમાં ઈલાજ માટે લાંબા થવું પડતુ હતુ. પરંતુ ગુજરાતના લોકોએ હવે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)માં ઈલાજ કરાવવા ગુજરાત બહાર જવાની કોઈ જરૂર નથી. તેની સારવાર હવે રાજકોટમાં જ મળી રહેશે.

 

બજેટ 2020-21માં કેન્દ્ર સરકાર દ્વારા રાજકોટમાં નવી એઈમ્સની ફાળવણી કરવામાં આવી હતી. તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા ચેરમેન સહિતના અન્ય સદસ્યોની પણ નિમણૂક કરવામાં આવી છે. તેમાં ચેરમેનના પદ માટે દિલ્હીના ડોક્ટર પ્રદીપ દવે નિમાયા છે, જ્યારે GTU કુલપતિ પ્રો. નવીન શેઠ અને સંસદ સભ્યો મોહનભાઈ કુંડારીયા તેમજ શ્રીમતિ પૂનમ માડમની એઈમ્સના સદસ્યો તરીકે નિમણૂક કરવામાં આવી છે.

 

આ સિવાય એઈમ્સમાં પ્રો. વિજ્યાલક્ષ્મી, ડો. જીતેન્દ્ર અમલાની, ડો. રાકેશ કોચર અને ડો. ઈલા દેસાઈની નિમણૂક કરાવામાં આવી છે. ડો. નવીન શેઠ 2008 થી 2011 સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મેડિકલ ફેકલ્ટીના સદસ્ય પણ રહી ચૂક્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application