રાજકોટ : નશામાં એરપોર્ટનો ગેટ તોડી છેક રનવે સુધી રિક્ષા દોડાવી ગયો યુવક, મુસાફરો અને સ્ટાફમાં અફડાતફડી ભર્યો માહોલ

  • April 02, 2023 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એરપોર્ટ પર મોટી સુરક્ષા ચૂક સર્જાઈ છે. એક શખ્સ વીઆઇપી ગેટ તોડી એરપોર્ટની અંદર ઘૂસ્યો હોવાની ઘટના બની છે.


સમગ્ર બનાવ મુજબ દારૂનો નશો કરેલ રિક્ષા ચાલક દીપક જેઠવા એરપોર્ટના વીઆઇપી ગેટ થી સીધો અંદર રનવે પાસેના એપ્રન પાસે પહોંચી ગયો હતો. જો કે, આરોપીને તાત્કાલિક CISF ના જવાનોએ ઝડપી લીધો હતો.


પ્રાપ્ત વિગતો મુજબ આ સમયે ઇન્ડિગોની બેંગલોર માટેની ફ્લાઇટ ની ટેક ઓફની તૈયારી ચાલતી હતી અને નશામાં આ યુવાન રનવે સુધી પોતાની રિક્ષા દોડાવી ગયો હતો.


સમયસૂચકતા વાપરી CISFના જવાનોએ તેને ઝડપી લીધો છે. હાલ એરપોર્ટ ખાતે બોમ્બ સ્કોવોડ, ડોગ સ્કોડ અને SOGની ટિમ વધુ તપાસ માટે પોહચી ચૂકી છે.

ઘટના બાદ મુસાફરો અનેએરપોર્ટ સ્ટાફમાં ભારે મુંજવણમાં મુકાયા હતા. હાલ આરોપીને ઝડપી CISF ના જવાનોએ તેને ગાંધીગ્રામ પોલીસના હવાલે કર્યો છે.



હાલ શંકાસ્પદ ઓટો રીક્ષાની ચકાસણી કરવામાં આવી રહી છે. સૂત્રો મુજબ ઓટો રીક્ષા અંદર જતા દરમિયાન ચાલક દ્વારા બોમ્બ બૉમ્બ જેવા આવજો કર્યા હતા.


ત્યારે સવાલ એરપોર્ટ સુરક્ષા પર ઊભા થાય છે કે, આટલી સરળ રીતે ગેટ તોડી, સુરક્ષા જવાનોને અવગણી કોઈ સીધું રનવે સુધી કેમ પહોંચી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application