રાજકોટમાં બિલ્ડરના ભાભી પાસે 72 કરોડની ખંડણી માગનાર શખસ ઝડપાયો

  • February 26, 2021 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પટેલ પરિવારની પુત્રી સાથે અમદાવાદમાં અભ્યાસ કરતા તેના જ ફ્રેન્ડએ ખંડણી માગી: ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવી અને પી.એસ.આઇ એચ.બી.ધાંધલ્યાની ટીમે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલ્યો


રાજકોટ ના ભક્તિનગર સોસાયટીમાં રહેતા બિલ્ડરના વિધવા ભાભીને મોબાઇલ પર દીકરીઓને મારી નાખવાની ધમકી આપી મેસેજ મોકલનાર શખ્સે 72 કરોડ રૂપિયાની ખડણી માંગ્યા ના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં એક શખ્સને ઝડપી લીધો હતો. વિધવા મહિલાની પુત્રી સાથે અમદાવાદમાં અભ્યાસ કરતા તેના જ ફ્રેન્ડે મોજશોખ પુરા કરવા માટે 72 કરોડની ખંડણી માંગી હોવાનું તપાસમાં ખુલ્યું છે.

 


રાજકોટમાં ભક્તિનગર સોસાયટીમાં રહેતા બિલ્ડર કિશોરભાઇ હંસરાજભાઇએ નોંધાવેલી ફરિયાદ મુજબમાં તે ત્રણ ભાઇમાં સૌથી નાના છે. અને સંતાનમાં એક દીકરો, દીકરી છે. વચેટ ભાઇ ભરતભાઇનું 13 વર્ષ પહેલા મૃત્યુ નીપજ્યા બાદ ભાભી સંગીતાબેન અને બે ભત્રીજીઓ તેમની સાથે રહે છે. તા.22 ફેબ્રુઆરી ના રોજ વિધવા ભાભી સંગીતાબેન દિયર કિશોરભાઇ પાસે આવ્યા હતા. અને તેમનો મોબાઇલ બતાવી વોટ્સએપમાં આવેલો એક મેસેજ બતાવ્યો હતો. જેમાં 72 કરોડની ખંડણી આપવા ધમકી નો મેસેજ બતાવ્યો હતો જે મેસેજમાં 72 કરોડ આપો નહીંતર ત્રણેય દીકરીઓને જીવવા નહીં દે તેમ લખ્યું હતું.

 

જેથી ભાભી સંગીતાબેનને આ મોબાઇલ નંબર કોનો છે તે અંગે પૂછતા તેઓએ પણ આ નંબર અજાણ્યો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ 72 કરોડની ખંડણીની ધમકીથી ગભરાઇ ગયા હતા. અને અમદાવાદ રહેતી ભત્રીજી ડેનિશાને રાજકોટ તેડાવી લીધી હતી. મોબાઇલમાં મેસેજ આવ્યા બાદ તે નંબર પરથી બાદમાં કોઇ મેસેજ આવ્યો ન હતો. આ અંગે ક્રાઇમ બ્રાંચ રૂબરૂ જઇ ફરિયાદ નોંધાવી હતી.

 


પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,સંયુક્ત પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપીઝોન 1 પ્રવીણ કુમાર મીણા , ડીસીપી ઝોન 2 મનોરસિંહ જાડેજા, ક્રાઇમ બ્રાંચના એસીપી ડી વી.બસીયા ની સુચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીએ બિલ્ડર કિશોરભાઇ પરસાણાની ફરિયાદ પરથી ગુનો નોંધી પીએસઆઇ એચ.બી.ધાંધલ્યા ને તપાસ સોંપી હતી.પીએસઆઇ એચ.બી.ધાંધલ્યા સહિતના સ્ટાફે તુરંત તપાસ શરૂ કરી દીધી હતી. જે તપાસ દરમિયાન ખંડણી માગનાર શખ્સની ઓળખ મળી હતી. આ પ્રકરણમાં પોલીસે હરીનગર મેઇન રોડ પર સીતારામ છાત્રાલય પાસે યુનિવર્સિટી રોડ ઉપર રહેતા પારસ ઉર્ફે પારિયો મહેન્દ્રભાઈ મોણપરા (ઉવ20) નામના પટેલ શખ્સની ધરપકડ કરી હતી જેની પૂછપરછ દરમિયાન તેને કિશોરભાઈ ના ભાભી સંગીતાબેન ને મોબાઈલ માં વોટ્સએપ મારફતે 72 કરોડ રૂપિયાની ખંડણી માંગી હોય જે અંગે તેની વિશેષ પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે સંગીતાબેન ની દીકરી ડેનીશા સાથે અમદાવાદ ખાતે આવેલ જીએલએસ કોલેજમાં અભ્યાસ કરતો હોય જેથી તેણે સંગીતાબેન અને કિશોરભાઈ ના ફેમિલી બેકગ્રાઉન્ડ હોય મોત પુરા કરવા માટે એક નંબર થી ખંડણી માંગી હોવાનું કબૂલ્યું હતું.

 


ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી કે ગઢવી સાથે પીએસઆઇ એચ.બી.ધાંધલ્યા તથા સ્ટાફના રાજેશભાઈ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, સુભાષભાઈ ઘોઘારી, પ્રદિપસિંહ જાડેજા,અશોકભાઇ ડાંગર,શક્તિસિંહ ગોહિલ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS