રાજકોટ : ઇન્દ્રનીલ રાજ્યગુરુની અટકાયત

  • October 28, 2020 11:34 AM 

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ધરણા કરે તે પહેલા જ કરાઈ અટકાયત,  ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી નાખવામાં આવ્યો હતો

ગરીબો અને શ્રમિકોને વિનામૂલ્યે રાશન આપવાની જાહેરાત ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તેમાં પણ ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકોને રાશન ન મળતા તેઓ રજલી પડ્યા છે. તેમજ એક તરફ સરકાર દ્વારા કોરોના વાયરસને લઈને ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે અને લોકોને એકઠા થવાની મનાઈ કરવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ લોકહિત માટે કલેકટર કચેરી ખાતે પ્રતીક ઉપવાસ કરવાના હતા. પરંતુ ઇન્દ્રનીલ પ્રતિક ધરણા પર બેસે તે પહેલા જ તેના ઘરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી નાખવામાં આવ્યો હતો. હાલ તો મળતી માહિતી મુજબ પોલીસે ઇન્દ્રનીલની તેના ઘરની બહાર જ અટકાયત કરી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS