કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે હાર સ્વીકારી, ઈવીએમમાં ભાજપનું સેટીંગ હોવાનો કર્યો આક્ષેપ 

  • February 23, 2021 12:40 PM 1562 views

વોર્ડ નંબર 17માં પણ ભાજપની પેનલ સતત આગળ ચાલી રહી છે. તેવામાં કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસની પેનલની હારનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની પેનલ હારી રહી છે. 
 

રાજકોટ મહાપાલિકામાં ફરીથી ભાજપની સત્તા આવશે તે ચિત્ર સ્પષ્ટ થઈ ચુક્યું છે. અત્યાર સુધીમાં વોર્ડ નંબર  1, 4, 7, 10, 16, 13 માં ભાજપની પેનલની જીત થઈ ચુકી છે. અહીં કોંગ્રેસનો દેખાવ કંગાળ રહ્યો હતો. આ સાથે જ પ્રથમ રાઉન્ડમાં 6 વોર્ડની તમામ 24 બેઠકમાં ભાજપનો વિજય થયો હોવાની સત્તાવાર જાહેરાત પણ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ કરી દીધી હતી. વિવિધ વોર્ડમાં ભાજપની પેનલની જંગી બહુમતી સાથે જીત થતાં કાર્યકરો દ્વારા ઉજવણી પણ શરુ કરી દેવામાં આવી હતી. આ છ વોર્ડમાં વોર્ડ નંબર 1, 4, 7, 10, 13 અને 16નો સમાવેશ થાય છે.  
 

આ જીત જોઈ કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે કોંગ્રેસની હાર સ્વીકારી અને ઈવીએમ અંગે ભાજપ પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઈવીએમ મશીનમાં ભાજપનું સેટીંગ કરવામાં આવ્યું છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS