રાજકોટઃ જંત્રીના દર વધારવા મુદ્દે બિલ્ડર એસોશિએશનનો વિરોધ, એક મહિનાનો સમય આપવા કરાઈ માંગ

  • February 06, 2023 01:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજ્ય સરકારે 12 વર્ષ બાદ જંત્રીના ભાવમાં 100 ટકાનો વધારો કર્યો છે. જંત્રીના બમણા ભાવનો સોમવારથી જ અમલ કરાશે. આ અંગેનું નોટિફિકેશન ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે બહાર પાડ્યું છે.

આ પહેલા વર્ષ 2011માં જંત્રીના ભાવમાં વધારો થયો હતો. ત્યારબાદ ફરીથી જંત્રીના ભાવમાં રાજ્ય સરકારે બેગણો ભાવ વધારો કર્યો છે. ત્યારે રાજકોટના બિલ્ડર એસોસિએશન દ્વારા રાજ્ય સરકારનાં આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ ક્રેડાઈ ગુજરાતની મીટિંગ બોલાવવામાં આવી છે. આ સાથે જ આવતીકાલે બિલ્ડર એસોસિએશન દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે અને જંત્રી વધારાનો નિર્ણય પહેલી મેથી અમલમાં મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવશે.

જંત્રીના દરના વધારાના કારણે સ્ટેમ્પ ડ્યુટી, GST સહિતના પણ વધારો થઈ શકે તેમ છે. ક્રમશ: જંત્રીના દરમાં વધારો કરવામાં આવે તેવી માંગ સમગ્ર ગુજરાતના બિલ્ડર કરી રહ્યા છે. તેમના મુજબ પદ્ધતિસર જંત્રી વધે તે જરૂરી છે. જોકે રાજ્ય સરકારે કરેલી જાહેરાત મુજબ રાજ્યમાં થઈ રહેલા ઝડપી વિકાસના કારણે જમીનોના ભાવમાં વધારો થયો છે. જમીનોના બજારભાવ યોગ્ય રીતે નક્કી થઈ શકે તે માટે જંત્રીના દર બમણા કરાયા છે. જોકે આ નિર્ણયથી નવા ઘર ખરીદવા માગતા લોકોનો દસ્તાવેજ અને પ્રોપર્ટી ટેક્સનો ખર્ચ પણ વધી જશે. તેમજ ગુજરાત સરકારની આવકમાં વધારો થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application