રાજકોટમાં નોંધાયા વધુ 5 કેસ, અમીન માર્ગ, નહેરુનગર, દૂધસાગર માર્ગ પર પ્રસર્યો કોરોના

  • June 30, 2020 09:44 AM 190 views

 

રાજકોટમાં આજે પણ એક સાથે 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટ માટે ચિંતાજનક વાત એ છે કે હવે કોરોનાના કેસ અલગ અલગ વિસ્તારોમાં નોંધાઈ રહ્યા છે. આજે જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તે રાજકોટની વિદ્યાકુંજ સોસાયટી અમીનમાર્ગ, નહેરુનગર રૈયારોડ, દૂધસાગર માર્ગ, મવડીના રહેવાસી છે. આ સાથે જ  રાજકોટ શહેરમાં નોંધાયેલ કુલ કેસની સંખ્યા 163 થઈ છે જેમાંથી 49 દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 6 દર્દીના અત્યાર સુધીમાં મોત થયા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application