રાજકોટમાં ચાલુ વાહને થુંકતા ૧૬૪ દંડાયા

  • July 06, 2021 05:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોનાના કેસ ઘટતાની સાથે જ થુંકબાજો ફરી મેદાને આવી ગયા છે. સમગ્ર ગુજરાત રાયમાં કદાચ ચાલુ વાહને પાન મસાલા થુંકવામાં રાજકોટવાસીઓ પ્રથમ ક્રમે આવી શકે તેમ છે. કોરોનાના કેસ ઘટવાના કારણે જનજીવન પૂર્વવત થતું જાય છે તેની સાથે જ જાહેરમાં પાન–ફાકીની પીચકારી મારનારાઓએ તેમના પરાક્રમો ફરી આદરી દીધા છે. રાજકોટ શહેરમાં છેલ્લા ૩૫ દિવસમાં ચાલુ વાહને જાહેરમાં થુંકતા ૧૬૪ વાહન ચાલકોને ઇ–મેમો ફટકારીને રૂા.૪૧ હજારનો દડં વસુલવામાં આવ્યો છે.

 


વધુમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મહાપાલિકાએ આઇ–વે પ્રોજેકટના કેમેરાના માધ્યમથી એકિટવ સર્વેલન્સ શરૂ કરતા તા.૧થી ૩૦ જૂન સુધીમાં ૧૫૨ નાગરિકો અને તા.૧થી ૫ જુલાઇ સુધીમાં ૧૨ નાગરિકો સહીત કુલ ૧૬૪ નાગરિકો ચાલુ વાહને જાહેરમાં થુંકતા કેમેરામાં કેદ થઇ ગયા હતાં અને તેમના ઘરે ઇ–મેમોની બજવણી કરીને કુલ રૂા.૪૧ હજારનો દડં વસુલવામાં આવ્યો હતો.

 


સૂત્રોએ ઉમેયુ હતું કે, રાજકોટના તમામ મુખ્ય માર્ગેા તેમજ ચોકમાં સીસીટીવી કેમેરા મુકી દેવામાં આવ્યા છે જેના લીધે અગાઉ જાહેરમાં થુંકવાનું પરાક્રમ કરનારાઓ ઇ–મેમોના દંડનો સ્વાદ ચાખી ચુકયા હોય હવે વધુ એલર્ટ થઇ ગયા છે. અગાઉ ટ્રાફિક સિલ પર થુંકવાનું પ્રમાણ વધુ હતું જે હવે ઘટી ગયું છે. ઉ૫રોકત ૧૬૪ કેસ ઝડપાયા તેમાં રાજમાર્ગેા પર આવેલી પાનની દુકાનો અને ચાની હોટેલો બહાર બાઇકની લાઇન લગાવી બેઠેલા લોકો પીચકારી મારતા કેમેરામાં કેદ થઇ ગયા હતાં.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS