અમદાવાદથી અફીણનો જથ્થો વેચવા રાજકોટ આવેલા ત્રણ રાજસ્થાની શખસો ઝડપાયા

  • March 19, 2021 04:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

393 ગ્રામ અફીણ સહિત 3.15 લાખનો મુદ્દામાલ કબજે: અફીણનો જથ્થો મંગાવનાર રાજકોટના શખસની શોધખોળ


રાજકોટમાં અફીણનો જથ્થો વેચવા આવેલા ત્રણ રાજસ્થાનના શખ્સોને એસઓજીએ ઝડપી લઇ 393 ગ્રામ અફીણનો જથ્થો તથા બોલેરો સહિત રૂ. 3.15 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ શરૂ કરી છે.

 


રાજકોટ માં માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ પ્રદ્યુમનનગરના ગેઈટ નજીક માદક પદાર્થના જથ્થાની હેરાફેરી થતી હોવાને ચોકકસ માહિતીના આધારે એસ.ઓ.જીના પીઆઇ આર.વાય.રાવલ અને તેમની ટીમે દરોડો પાડી બોલેરો ચાલક સહિત ત્રણ શખ્સોને 393 ઝમામ અફીણના જથ્થા સાથે ઝડપી લઈ પ્રાથમિક પુછપરછ કરતા મુળ રાજસ્થાનની ત્રિપુટી અમદાવાદથી અફીણનો જથ્થો રાજકોટના શખ્સને ડીલવરી કરવા આવ્યાની કબુલાત આપી છે.

 


શંકાસ્પદ બોલેરો કાર નંબર જીજે 01 ઇટી450ને અટકાવી હતી. ચાલક સહીત ત્રણ શખ્સો તેમાં બેઠા હતા જેની પાસે કોફી કલરનું શંકાસ્પદ અફીણ 393 ગ્રામ મળી આવતા ત્રણેયની પુછપરછ કરતા લાખારામ નવરામ દેવાસી મારવાડી (ઉવ.30 ધંધો ડ્રાઇવીંગ રહે. રામબાગ આવાસ મકાન નં 87 બ્લોક નં 3 ચાંદોડીયા વંદેમાતરમ રોડ અમદાવાદ મુળ ગામ રોજડા તા.સુમેરપુર જી.પાલી રાજસ્થાન),મોડારામ હીરારામ રબારી(જાતે મારવાડી,ઉવ.32 ધંધો ડ્રાઇવીંગ રહે. અમદાવાદ ગેલેકસી લક્ષ્મીનગર સોસાયટી નરોડા રોડ ખેંગારભાઇના મકાનમાં ભાડેથી મુળ ગામ વેલાર તા.બાલી જી.પાલી રાજસ્થાન) અને કશનારામ હીરારામ રબારી (જાતે મારવાડી,ઉવ.20 ધંધો સીલાઇ કામ રહે. અમદાવાદ ગેલેકસી લક્ષ્મીનગર સોસાયટી નરોડા રોડ ખેંગારભાઇના મકાનમાં ભાડેથી મુળ ગામ વેલાર તા.બાલી જી.પાલી રાજસ્થાન)હોવાનું જણાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરી બોલેરો કબ્જે કરી ડ્રાઈવર અને કલીનરની સીટ વચ્ચે બનાવેલ લાકડાના લાકડાના ખાનામાં લોક કરી છુપાવીને રાખેલ માદક પદાર્થ અફીણનો જથ્થો કબ્જે લઈ એફ.એસ.એલ.ની ટીમને બોલાવી જરૂરી કાર્યવાહી કરી હતી.એસ.ઓ.જી.એત્રણેય શખ્સોને બી ડીવીઝન પોલીસ હવાલે કરતા બી.ડિવિઝન પોલીસે કબ્જો મેળવી 393 ગ્રામ અફીણનો જથ્થો,બોલેરો,ત્રણ મોબાઈલ મળી રૂ.3.15 લાખનો મુદ્દામાલ સાથે રાજસ્થાની ત્રિપુટીની વધુ પુછપરછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરાશે.
એસ.ઓ.જીના પીઆઈ આર.વાય.રાવલ પીએસઆઈ એમ.એસ.અંસારી સાથે સ્ટાફના વિજેન્દ્રસિંહ ઝાલા , ઝહીરભાઇ ખફીફ, અનીલસીંહ ગોહીલ,અઝરૂદીન બુખારી તથા મહીલા કોન્સ્ટેબલ સોનાબેન મુળીયાએ કામગીરી કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS